અમેરિકા : સુપ્રીમકોર્ટમાં જજના હોદ્દા માટે વિચારણા હેઠળ રહેલા ભારતીય અમેરિકનનો ટ્રમ્પે ઈન્ટરવ્યુ લીધો

(એજન્સી) ન્યુયોર્ક, તા.૩
ફેડરલ અપીલ કોર્ટના જજ અમૂલ થાપર અમેરિકાની સુપ્રીમકોર્ટના જજની રેસમાં સૌના પસંદીદા થઈ રહ્યા છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમૂલ થાપરનો ઈન્ટરવ્યુ જજના હોદ્દા માટે આજે લીધો હતો. વોશિંગ્ટન પોસ્ટ મુજબ જે ચાર જજોના ઈન્ટરવ્યુ આજે લેવાયા હતા એમાં અમૂલ થાપરનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પના પ્રવકતા સરાહ સેન્ટર્સે પુષ્ટિ કરી હતી કે ટ્રમ્પ ચાર ઉમેદવારો સાથે ૪પ મિનિટ સુધી મળ્યા હતા પણ એમના નામો જણાવ્યા ન હતા. ટ્રમ્પે કહ્યું કે હું નામની જાહેરાત આવતા સોમવારે કરીશ. થાપરની નિમણૂક ટ્રમ્પે ગયા વર્ષે સિનસિનાટીમાં ફેડરલના ૬ઠ્ઠા સર્કિટ અપીલ જજ તરીકે કરી હતી. ૪પ વર્ષીય થાપરને કન્ઝરવેટિવ માનવામાં આવે છે. ફેડરલ કોર્ટમાં જજની નિમણૂક પહેલાં એમણે ફેડરલ પ્રોસિક્યુટર તરીકે સેવાઓ આપી હતી. રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશે એમની ફેડરલ કોર્ટમાં જજ તરીકે નિમણૂક કરી હતી. થાપરને વગદાર સિનેટ સભ્યોના નેતા મિચ મેક્કોનેલનું સમર્થન છે. ગયા મહિને સુપ્રીમકોર્ટમાં જજ એન્થોની કેનેડીએ રાજીનામું આપ્યું હતું જેથી એ હોદ્દો ખાલી થયો છે. જેના માટે મિચે થાપરની ભલામણ કરી છે. મિચે કહ્યું આ વ્યક્તિ ખૂબ જ હોંશિયાર છે અને પોતાની સંવેદનાઓ ઉપર અધિકાર ધરાવે છે. થાપર બીજા ભારતીય અમેરિકન છે જે અમેરિકાની સુપ્રીમકોર્ટમાં જજના હોદ્દા માટેની રેસમાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks