શરણાર્થીઓની નીતિઓ, મુસ્લિમોના પ્રવાસ પર પ્રતિબંધ અંગે રોબિન્સે ટ્રમ્પની ટીકા કરી

(એજન્સી) લૉસ એન્જલસ, તા. ર
અભિનેતા-નિર્દેષક ટીબ રોબિન્સે યુ.એસ. સ્થળાંતર નીતિઓ અને કેટલાક મુસ્લિમ દેશો પર મુસાફરીના પ્રતિબંધના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને સ્વીકારવા સુપ્રિમકોર્ટના આદેશ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક ફિલ્મ ફેસ્ટીવલમાં રોબિન્સે કહ્યું કે, “સુપ્રિમકોર્ટનો નિર્ણય કલંક તરીકે ઓળખાશે” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમના આખાબોલા સ્વભાવને કારણે તેમની કારકિર્દી પર અસર પડી છે ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ અંગે સ્પષ્ટ નથી પરંતુ તેમણે કહ્યું કે, “જ્યારે-જ્યારે અન્યાય સામનો કરવો પડ્યો ત્યારે જો હું માહિતી હોવા છતાં કંઈ જ ન બોલું તો મને પોતાના પ્રત્યે માન રહેશે કે નહીં ખબર નથી મારા મતે આ લોકશાહી સાથે દગો ગણાશે.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks