ભારતીય મૂળના અમેરિકનનો ટ્રમ્પ પ્રશાસનની મુખ્ય ઉડ્ડયન ટુકડીમાં સમાવેશ

(એજન્સી) વોશિંગ્ટન, તા.૩
ભારતીય મૂળના અમેરિકી વિવેક લાલની મુખ્ય સંઘીય ઉડ્ડયન સલાહકાર સમિતિમાં નિમણૂંક કરવામાં આવે છે કે જે ટ્રમ્પ પ્રશાસનને એરસ્પેસ સિસ્ટમના ભવિષ્ય અંગે સલાહ આપે છે.
વિવેક લાલ (૪૯) હાલ, લોકહીડ માર્ટિન કંપનીના ઉપપ્રમુખ છે. લાલ પરિવહન વિભાગની નેકસ્ટજેન સલાહકાર સમિતિમાં સંરક્ષણ ટેકનોલોજી સંગઠનોના દૃષ્ટિકોણને રજૂ કરશે. આ સમિતિ સરકારને ભવિષ્યની યોજનાઓ પર રોકાણ કરવા પ્રાથમિકતા નક્કી કરવા, ખાસ ટેકનોલોજી, ઉપકરણોને સામેલ કરવા, માહિતી સંચારને સંબંધિત વિષયો પર સલાહ આપવાનું કામ કરે છે.
વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ એરોસ્પેસના વૈજ્ઞાનિક લાલની આ સમિતિમાં ર વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે, કે જેઓ અમેરિકા અને વૈશ્વિક ઉડ્ડયન સમુદાયને પ્રભાવિત કરનારા વ્યાપક વિષયો પર માર્ગદર્શન પૂરું પાડશે.
તેઓ ભૂતકાળમાં બોઈંગ અને જનરલ ઓટોમિક્સમાં ટોચના અધિકારી રહી ચૂક્યા છે અને તેમણે સફળતાપૂર્વક ૧ર બિલિયન અમેરિકી ડોલરના વેપારનું નેતૃત્વ કર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks