(એજન્સી) તેહરાન, તા.ર૩
અમેરિકાને ધમકી આપવા બદલ ઈરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આના ઘાતક પરિણામો આવી શકે છે.
અહેવાલ મુજબ ઈરાની રાજદૂતોના એક સમારંભમાં કહ્યું હતું કે ઈરાન અમેરિકા સાથે શત્રુતાની શરૂઆત કરવા માંગતો નથી પરંતુ યુદ્ધ કરવાથી પણ પીછેહટ કરશે નહી.
ટ્રમ્પે રૂહાનીના આ નિવેદનની પ્રતિક્રિયા આપતા રવિવારે ટ્વીટ કર્યું કે ઈરાનના રાષ્ટ્રપતિ રૂહાની માટે હવે પછીથી અમેરિકાને ધમકી આપશો નહી, નહીંતર ઈતિહાસમાં ક્યારેય કોઈએ ભોગવ્યા નહીં હોય એવા પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે એવો દેશ નથી રહ્યો જે ઈરાનની હિંસા અને મોતના ઘૃણાસ્પદ શબ્દો સાંભળી લે. આથી સાવધાન રહો.
રૂહાનીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે કામ કરવાનો મતલબ આત્મસમર્પણ કે ઈરાનની સિદ્ધિઓ નષ્ટ કરવાનો નથી. અહેવાલ અનુસાર ઈરાનીએ કહ્યું હતું કે ઈરાનના દુશ્મનોએ ચોક્કસ સમજી લેવું જોઈએ કે ઈરાન સાથેનું યુદ્ધ સૌથી ઘાતક નીવડી શકે અને ઈરાન સાથેની શાંતિ સૌથી શ્રેષ્ઠ શાંતિ રહેશે.