માંગરોળ, તા.ર
આજના યુગમાં એક કોમ અને બીજીકોમ વચ્ચે વેરઝેર ઊભા થવાનાં બનાવો બની રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના માંડવી નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ ભાવિનભાઈ મિસ્ત્રીની જે લોકસેવા કરવાની જે કામગીરી છે એ કોમી એકતા દર્શન પૂરૂં પાડે છે. તારીખ પહેલી ઓક્ટોબરના મોહર્રમનો તહેવાર હતો. જેને પગલે ઝંખવાવ ગામે તાજિયા જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જુલૂસ દરમિયાન ટ્યુબ લાઈટના દંડા ફોડવામાં આવતા હતા તે દરમિયાન ઝંખવાવ ગામના ૧ર વર્ષીય યુવક અયમન ઈમામખાન મુલ્તાનીની ડાબી આંખમાં ટ્યુટ લાઈટના દંડાનો કાચ પેસી જતાં પડદો ચિરાઈ જવા પામ્યો હતો. પરિણામે ઝંખવાવના અગ્રણી આગેવાન મુસ્તાકભાઈ મુલ્તાની એ ત્વરિત ભાવિનભાઈ મિસ્ત્રીનો સંપર્ક કરી જણાવ્યું કે ઉપર મુજબનો બનાવ બન્યો છે અને રવિવાર હોવાથી તેજસ આંખની હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર ન હોય યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ મેસેજ મણતાં લોકસેવક ભાવિનભાઈએ તેજસ હોસ્પિટલ ખાતે પહોંચી તમામ વ્યવસ્થા કરી, આંખનું ઓપરેશન પૂર્ણ થાય ત્યાં સુધી ત્યાં હાજર રહ્યા હતા. વળી આ યુવકના પિતા અવસાન પામ્યા છે અને માતા અપંગ છે. વળી આર્થિક સ્થિતિ નબળી હોય, ઓપરેશનનો ખર્ચ પણ આપી શકે એમ ન હોય આ તમામ ખર્ચની વ્યવસ્થા ભાવિનભાઈએ કરી આપી હતી. આ કામગીરી જોઈ પુત્રની અપંગ માતાએ ભાવિનભાઈને આશીર્વાદ આપ્યા હતા. જોગાનુજોગ આજ દિવસે સાંજે સાડા ચારેક વાગ્યાની આસપાસ માંડવી કાકરાપાર માર્ગનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ ઉપરથી પસાર થતી એક ટ્રકના ચાલકે મજૂરી કામ કરતા દેવસીંગભાઈ નામના મજૂરને અડફેટે લેતાં દેવસીંગભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. આ બનાવની જાણ ભાવિનભાઈ મિસ્ત્રીને થતાં તેઓ પોતાની ગાડી લઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોતાની ગાડીમાં ઈજાગ્રસ્ત મજૂરને બેસાડી માંડવી, રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આમ તો એમણે આજદિન સુધીમાં અનેક કામો કર્યા છે.