(એજન્સી) કોલકાતા, તા.૩૦
કોલકાતાના પુરૂલિયાના લાગદા ગામમાં શુક્રવારે આદિવાસી પરિવારના ચાર સભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓએ રોંદણા શરૂ કરી દીધા હતા. ભાજપ કાર્યકરોએ આદિવાસી પરિવારનું અપહરણ અને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવવા મજબૂર કૃયા હોવાનો સત્તારૂઢ પાર્ટી પર આરોપ મૂક્યો હતો. ભાજપ માટે શરમજનક બાબત એ રહી કે ભાજપ અધ્યક્ષ અમિતશાહ ગુરૂવારે આદિવાસી પરિવારની મુલાકાતે ગયા હતા અને તેમની સાથે વાતચીત કરી સ્થાનિક લોકો દ્વારા સામનો કરાયેલા મુદ્દા અંગે ચર્ચા કર્યા બાદ આ ઘટના બની હતી.
અમિત શાહની મુલાકાત બાદ શુક્રવારે કાલીઘાટ કાર્યાલય ખાતે કોંગ્રેસ (ટીએમસી) તેના અને પૂર્વ મંત્રી મદન મિત્રા, પાર્ટીના રાજ્યસભા સાંસદ શાંન્તનુ સેના દ્વારા આદિવાસી પરિવારના કૂચું રાજવર તેમની માતા શિશુબાલા રાજવર, ગોબિંદા રાજવર અને અસ્તામી રાજવરને ટીએમસીનો ધ્યવજ સોંપવામાં આવ્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસની ઝાટકણી કાઢતા ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહાએ આરોપ મૂક્યો કે શાહની મુલાકાતથી સત્તારૂઢ પાર્ટીએ કેટલી ભયભીત છે અને સાબિત કરી દીધું અને તેણે ગરીબ પરિવારને પોતાની પાર્ટીમાં સામેલ થવા મજબૂર કર્યો અને ધમકી આપી.