ભારતને મમતા બેનરજી જેવા નેતાની જરૂર છે : તૃણમૂલ નેતાઓ

(એજન્ટ) તા.ર૮
ભાજપને સત્તા બહાર કરી દેવાની હાકલ કરતા તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે ભારતના લોકોને મમતા બેનરજી જેવા નેતાની જરૂર છે જે ખેડૂતો અને મહિલાઓ સહિત બધાને માટે કામ કરે. તેઓએ કહ્યું હતું કે રાજયની બધી જ ૪ર લોકસભા બેઠકો જીતવા માટે પ્રતિજ્ઞા લેવાની જરૂર છે. તૃણમુલ સાંસદ અભિષેક બંદોપાધ્યાએ કહ્યું હતું કે મમતા બેનરજીએ તૃણમુલ કોંગ્રેસ માટે લક્ષ્યાંક નકકી કર્યો છે. કે તે ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભગવા પાર્ટીને હરાવશે. પશ્ચિમ બંગાળના શહેરી વિકાસ મંત્રી ફીરહાદ હકીમે કહ્યું હતું કે ભારતના લોકોને મમતા બેનરજીની જરૂર છે. તેમને સત્તાની લાલચ નથી પરંતુ તેમણે જવાબદારી લેવી જ પડશે. દેશના લોકોને એવા નેતાની જરૂર છે જે બધા માટે કામ કરે તેમણે દાવો કર્યો હતો કે તૃણમુલ રાજયની બધી ૪ર બેઠકો પર વિજય મેળવશે અને ભાજપ એક પણ બેઠક નહીં જીતી શકે. પશ્ચીમ બંગાળના શિક્ષણમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટરજીએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મોદી ખેડૂતો માટે મગરમચ્છના આંસુ સરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મીદનાપુરમાં અચાનક જ મોદીનો ખેડૂત પ્રેમ ઉભરી આવ્યો હતો. હું તેમને પૂછું છું કે જયારે નંદીગ્રામ અને સિંગુરમાં ખેડૂત આંદોલન ચાલતું હતું ત્યારે તે કયાં હતા. ચેટરજીએ કહ્યું હતું કે મમતા બેનરજી પાસે લોકોના સમર્થનમાં ઉભા રહેવાનો ઈતિહાસ છે. તે ફકત એક જ દિવસમાં આટલા મોટા નેતા નથી બની ગયા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks