(એજન્સી)ઉત્તરપ્રદેશ, તા.૧૮
યુપીના મુખ્યમંત્રી યોગીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે જો રોડ પર ઈદની નમાઝ પઢવા પર રોક ન લગાવી શકાય તો મને કોઈ હક નથી કે પોલીસ સ્ટેશનોમાં જન્માષ્ટમી મનાવતા રોકી શકું. સાથે યોગીએ એમ પણ કહ્યું છે જો આપણે દરેક જગ્યાએ લાઉડસ્પીકર કે માઈકની અવાજ બંધ ના કરી શકીએ તો કાવડ યાત્રામાં વગાડનારા ડીજે અને લાઉડસ્પીકર બંધ કરવા મુશ્કેલ થશે. યોગીના આ નિવેદન પર ન્યૂઝ ચેતવણી એક મુસ્લિમ મહિલા એન્કરે તેની પ્રતિક્રિયા આપી હતી. જેના લીધે તેણીને સોશિયલ મીડિયા પર ભગવા બ્રિગેડ દ્વારા ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ભાજપના ચમચા કહેવાતી ઝી ન્યૂઝની સબિકા લિયાકતે ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું કે, યોગીએ ઉત્તરપ્રદેશના વડાપ્રધાન છે. હિન્દુઓ અને મુસ્લિમોને પણ યાદ છે ને વિકાસ સૌનો થશે, તૃષ્ટિકરણ કોઈનું પણ નહીં થાય. સબિકાના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા પર બેઠેલા ભગવા બ્રિગેડના લોકો તૂટી પડ્યા. લોકોએ કોસતા કહ્યું કે છેવટે તમારી અંદરનો મુસ્લિમ જાગી ગયો તેમના ટ્વીટ પર ટિપ્પણી કરવાવાળા વધુ પડતા લોકો ભાજપના સમર્થક છે.