અમદાવાદ શહેરમાં બે-ત્રણ ઈંચ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન એકશન પ્લાનની પોલ ખોલી નાખી હતી. અનેક વિસ્તારોની સોસાયટીઓ અને રસ્તાઓ પર વરસાદના પાણી ભરાઈ ગયા હતા તો કેટલાક મકાનોમાં પણ પાણી પ્રવેશી જતાં ભારે નુકસાન થયું હતું. કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન બનાવવાના દાવાની નજીવા વરસાદે પોલ ખોલી નાખી હતી. બીજી તરફ અનેક વિસ્તારોમાં મોટા ભુવાઓ અને રસ્તાઓ પર ખાડા પડતાં વાહનચાલકોને વરસતા વરસાદમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો ટ્રક-ટ્રેક્ટર જેવા ભારે વાહનો ખાડામાં ફસાઈ જતાં વાહનોને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા નવા રસ્તાઓ પણ ધોવાઈ જતાં વરસાદે મ્યુનિસિપલ તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી.
Facebook
0
Twitter
0