બે મહિલાઓ અને યુરોપનું ભવિષ્ય

– બોબી ઘોષ

હિલેરી ક્લિન્ટનની પરાજયને વિશ્વભરની મહિલાઓના પરાજય તરીકે જોવા માટે તમારે મહિલા અધિકારવાદી બનવાની જરૂર નથી. આ પરાજય ખાસ કરીને એ આશાની પણ હાર છે, જે રાજકીય સત્તા અને જવાબદારીમાં મહિલાઓને યોગ્ય ભાગીદારીની આશા લગાવી બેઠી હતી. પણ કદાચ આ હેતુને એનાથી મોટો આંચકો કેટલાક સપ્તાહ પહેલા જ ઓક્ટોબરમાં લાગ્યો હતો, જ્યારે પુરુષોની દબદબાવાળી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઘણી મહિલા ઉમેદવારોની દાવેદારીને નજરઅંદાજ કરતાં અંતોનિયો ગુતેરસને સંયુક્ત રાષ્ટ્રના નવા મહાસચિવના રૂપમાં ચૂંટ્યા હતા.

પોર્ટુગલના પૂર્વ વડાપ્રધાન અંતોનિયો ગુતેરસ, ટ્રમ્પના બિલકુલ વિરુદ્ધ છે : એક બિનજાતિવાદી જમીની નેતા હોવા ઉપરાંત તે સમાજવાદી પણ છે. તેમને યૌન હુમલાખોર તરીકે પણ ઓળખવામાં આવતા નથી, પરંતુ મહિલાઓ વિશે એમનો ખ્યાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિથી વધુ પ્રગતિશીલ છે. હા, વિશ્વમંચ પર એમની પ્રોફાઈલ ગુમ જેવી રહી છે. ઠીક, પોતાના પૂર્વગામી બાન કી મૂન અને કોફી અન્નાનની જેમ.

અમેરિકી મતદારોની સામે તો સામાન્ય ચૂંટણીમાં ફક્ત એક જ ભરોસાપાત્ર મહિલા ઉમેદવાર હતા : ગ્રીન પાર્ટીના જિલ સ્ટેન, જેમને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવ્યાં નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્રની આગળ પસંદગીના ઘણાં દમદાર મહિલા ઉમેદવારોનો વિકલ્પ હતો : ન્યૂઝીલેન્ડના પૂર્વ વડાપ્રધાન હેલેન કલાર્કથી લઈને યુનેસ્કોના મહાનિર્દેશક ઈરીના બોકાવા અને યુરોપિયન કમિશનર ફોર બજેટ ક્રિસ્ટાલીના ગિયોનિ એવા સુધી, મોલ્ડોવાના વિદેશમંત્રી નતાલિયા ગેરમેનથી લઈને આર્જેન્ટીનાના વિદેશમંત્રી સુજાના મલ્કોરા સુધી. પરંતુ શરમજનક સત્ય એ છે કે મહાસભાની અદૃશ્ય વિભાજક દીવાલ આ વખતે પણ તૂટી શકી નથી.

જલ્દી જ વ્હાઈટ હાઉસમાં એક મહિલા દ્વેષી વ્યક્તિ પ્રવેશ કરી રહી છે. આવામાં, આ તે યોગ્ય સમય છે. તે વિચારવાનો કે શું કશુંક થયું અને હવે શું થઈ શકે છે ? હવે ઓક્ટોબરની શરૂઆત સુધી આ સુખદ આશા જીવંત હતી કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સિવાય સુરક્ષા પરિષદમાં વીટોથી લેસ પાંચ સ્થાયી સભ્યદેશોમાંથી ત્રણની બાગડોર મહિલાઓનાં હાથોમાં આવી શકે છે. આ ફેન્ટેસીની હકીકતમાં બદલવાની સંભાવના પણ જોઈ, હવે જુલાઈ મહિનામાં થેરેસા મે બ્રિટનના વડાપ્રધાન બન્યા, એને સફળ થવા માટે બાનકી મૂનની જગ્યા હેલેન કલાર્ક અને આઠ નવેમ્બરે હિલેરી ક્લિન્ટનના વિજયની ચિંતા હતી. આવતા વર્ષે વસંતમાં ફ્રાન્સિસી રાષ્ટ્રપતિ તરીકે મેરીન લી પેન ચૂંટાઈ આવવાની સાથે આ તસવીર સમાપ્ત થઈ જાય છે. આમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ પણ જોડાય અને કદાચ…

જો કે, ફેન્ટેસીથી હકીકતની દુનિયામાં પાછા આવીએ. હિલેરી ક્લિન્ટનના પરાજયે ભલે મર્કેલની સંભાવનાઓને નબળી કરી હોય, પરંતુ બીજી તરફ લી પેનની સંભાવના વધારી દીધી છે. પેનનું રાજકારણ ઘણી બાબતોમાં ડોનાલ્ડ ટ્રમ્પની રાજનીતિનો પણ અરીસો છે. એમની શરૂઆત-દક્ષિણપંથી ‘ફ્રેન્ચ નેશનલ ફ્રન્ટ’ એક જાતિવાદી અને બહારના લોકો સાથે નફરત કરનારા રાજકીય પક્ષ છે. પેન એ તમામ સમજૂતીને પણ ખતમ કરવા માંગે છે, જો કે ફ્રાન્સને યુરોપીય સંઘથી બાંધેલ છે. લી પેને ટ્રમ્પની જીતને ઘણા ઉત્સાહથી સ્વાગત કર્યું છે. જૂનમાં, જ્યારે બ્રિટિશ મતદાતાઓએ યુરોપીય સંઘથી બહાર થવાનો વિકલ્પ (બ્રેઝિગટ) પર પોતાની મહોર લગાવી હતી, તો આ નિર્ણયને પણ તેમણે કંઈક આવા અંદાજમાં સ્વાગત કર્યું છે. આ બંને પરિણામો લી પેન માટે સારા શુકન તરીકે આવ્યા છે. આવતી વસંતમાં ફ્રાન્સમાં સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે. હાલ સુધી એ જ પારંપારિક વિચાર એ હતો કે નેશનલ ફ્રન્ટ પહેલાથી સારું પ્રદર્શન કરશે, અને કદાચ એક તૃતિયાંશ વોટ લઈને આ પક્ષ ઉનાળાની શરૂઆતમાં બીજા તબક્કાના મતદાનને અડચણરૂપ બનાવી દે. પરંતુ આવી સ્થિતિમાં કટ્ટરપંથીઓને સત્તાથી દૂર રાખવા માટે એવું માનવામાં આવતું હતું કે ફ્રાન્સની પરંપરાના ડાબેરી અને દક્ષિણપંથી એક થઈ જાય અને લી પેનને બરાબર એવી જ સ્થિતિમાં નાખી દે છે, જે સ્થિતિમાં વર્ષ ર૦૦રમાં એમના પિતા જીન-મેરી આવી ગયા હતા. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજી આ કામમાં જોડાઈ ગયા છે. પરંતુ હવે ફ્રાન્સમાં ‘ટ્રમ્પ ફેક્ટર’ની વાત થવા લાગી છે. દક્ષિણપંથી મતદારોનું પારંપારિક ગઠબંધન અને અતિવાદી લોકો લી પેનના ઝંડા નીચે લામબંધ થવા લાગ્યા છે. હાલના રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વાં ઓલાન્દની છબી એટલી ખરાબ થઈ ચૂકી છે કે એમને ફરીથી જીત મેળવવાની સંભાવના બરાબર નથી.

બીબીસીને આ સપ્તાહે આપેલ ઈન્ટરવ્યૂમાં લી પેને કહ્યું કે ટ્રમ્પે એ વાતને સંભવ બનાવ્યું છે, જેને પહેલા અસંભવ કહેવામાં આવતું હતું. પોતાના આખા ઈન્ટરવ્યૂમાં પેને ફ્રાન્સના સંદર્ભમાં એવા જ તમામ મુદ્દા ઉઠાવ્યા, જેવા મુદ્દા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણીઓ દરમિયાન અસરકારક રીતથી ઉઠાવ્યા હતા. દા.ત. આર્થિક વિષમતા, સંરક્ષણવાદની જરૂર, બહારથી આવનારા પર પ્રતિબંધ ઈસ્લામનો વધતો ડર, ખાસ કરીને પેરિસ અને નીસમાં થયેલા હુમલાઓને જોતા.

પણ વાસ્તવમાં વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા માટે મતદારો પર એ ‘ટ્રમ્પ-પ્રભાવ’ કોઈ ખરાબ સમાચારથી ઓછી નથી. જો કે પહેલા જ શરણાર્થી-વિરોધી ભાવના એન્જેલા મર્કેલને ચૂંટણીમાં નુકસાન પહોંચાડી રહ્યું છે. આવામાં આ નવા પ્રભાવ આવતા વરસે થનારી જર્મનીની સામાન્ય ચૂંટણીમાં એમની પાર્ટી-ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયનને આઘાત પહોંચાડી શકે છે. લી પેનની પાર્ટીની જેમ જ જર્મનીની ‘ધ અલ્ટરનેટિવ ફોર જર્મની પાર્ટી’ મુસ્લિમ અને અપ્રવાસી વિરોધી ભાવનાનું સમર્થન પોતાના પક્ષમાં કરી રહી છે. જર્મન યુરોપીય સંઘમાં બની રહેવા માગે છે અને સામાન્ય રીતે છેલ્લા ૧૧ વર્ષેથી તે દેશની અર્થવ્યવસ્થાને સંચાલિત કરવાના મર્કેલની રીતને સમર્થન પણ કરતા રહ્યા છે, પરંતુ મર્કેલના સીરિયાઈ શરણાર્થીઓને ગર્મજોશીથી ગળે લગાવવું જર્મનીને માફક આવ્યું નથી. બ્રિટન, ફ્રાન્સ અને યુરોપના અન્ય વિસ્તારોમાં અપ્રવાસી વિરોધી ભાવનાની સાથે વધવું ‘ઈસ્લામોફોબિયા’ પણ જોડાઈ ગયું છે.

લી પેનની વિરુદ્ધ મર્કેલે ડોનાલ્ડ ટ્રમ્પની જીતને ઘણી સાવધાનીથી સ્વાગત કર્યું છે. મર્કેલે ટ્રમ્પને અભિનંદન આપતા એમને એ યાદ અપાવ્યું કે લોકશાહી અને માનવીય મૂલ્યોનો કાર્યભાર જ અમેરિકા અને જર્મનીને એકસૂત્રમાં પરોવી શકે છે. સવાલ એ છે કે આ બંને મહિલાઓ પ્રત્યે ટ્રમ્પનું વલણ શું હશે, જેમનું રાજકીય ભવિષ્યને તે કદાચ પ્રભાવિત કરી શકે છે ? ટ્રમ્પ પૂર્વમાં મર્કેલની શરણાર્થી નીતિની આલોચના કરી ચૂક્યા છે, જો કે, એમની નેતૃત્વ ક્ષમતાની તેમણે પ્રશંસા કરી. એમના વિચારોમાં લી પેન હજુ ખાસ જગ્યા બનાવી શક્યા નથી. પરંતુ આ વલણ હવે બદલવાનું છે.               (સૌ. : હિન્દુસ્તાન)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks