Gujarat

સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ગામીતે લઘુમતી વિરૂદ્ધ પ્રવચન કરતાં ઉચ્ચસ્તરે ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.ર૩
તાજેતરમાં માંગરોળ તાલુકાના પાતલદેવી ગામે, માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા, નૂતનવર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત માજી કેન્દ્રીય મંત્રી ડૉ.તૃષારભાઈ ચૌધરીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે સમગ્ર સુરત જિલ્લામાં સામાજિક બડી એવા દારૂ અને જુગારના અડ્ડાઓ હવે બંધ કરાવવા કોંગી કાર્યકરોએ આગળ આવવું પડશે. એમણે રાજ્યની ભાજપ સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે, સરકારની રહેમ હેઠળ આ અડ્ડાઓ ધમધમી રહ્યા છે. શાર્દુલસિંહજી શામજીભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત, પ્રભારી મનોજસિંહ પરમાર, રમણભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ જગદીશભાઈ પટેલે પ્રસંગને અનુરૂપ પોતાના વકતવ્યો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના રાજપૂત સમાજના પીઢ આગેવાન ગેમલસિંહ બાપુ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં પ્રવેશ મેળવી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જ્યારે આંકળોદ ગામના કરસનભાઈ, કઠવાડાના સુકાભાઈ અને વેલાછાના પ્રવિણભાઈએ સેંકડો કાર્યકરો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
આ પ્રસંગે હરેન્દ્રસિંહ, ડૉ. નટવરસિંહ આડમાર, યુનુસખાનજી, રામસિંગ વસાવા, નટવરસિંહ વસાવા, પુષ્પાબેન, યાસ્મીનબેન દાવજી વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન શાહબુદ્દીન મલેક, રૂપસિંગ ગામીત વગેરેઓની ટીમે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ ચૌધરીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રૂપસિંગભાઈ ગામીતે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, લઘુમતી સમાજના લોકોએ ગભરાવવાની જરૂર નથી પરંતુ લઘુમતી સમાજના લોકોને ખોટા ધંધા ન કરવાનું જણાવી લઘુમતી સમાજના લોકો ખોટું કરતા હોય તો અમને પણ નીચું જોવાનો વારો આવે છે એટલે શાનમાં સમજી જજો આવા વાક્યો ઉચ્ચારતા ખુદ માંગરોળ તાલુકા લઘુમતી સેલના પ્રમુઅ મહમદ પટેલ (જે.પી.) નાનીનરોલીએ ઉપરોક્ત વિગતો સાથે વધુમાં લખ્યુ કે તાલુકામાં ૪પ હજાર લઘુમતી સમાજના મતદારો છે જેમાં ઉપરોક્ત પ્રવચનથી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સાથે જ લઘુમતી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. એમણે આ પ્રશ્ને અમીતભાઈ ચાવડા, અહમદ પટેલ, પરેશ ધાનાણી, ડૉ.તૃષાર ચૌધરી, માજી પંચાયતમંત્રી રમણભાઈ ચૌધરી, જગદીશ પટેલ, ઈકબાલ કરોડિયાને લેખિતમાં ફરિયાદ કરી પગલાં ભરવા માંગ કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Gujarat

  ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

  ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
  Read more
  Crime DiaryGujarat

  રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

  માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
  Read more
  Gujarat

  હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

  ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.