ઉદેપુર નજીક અકસ્માતમાં વડોદરાના મોદી પરિવારના પાંચનાં મોત

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૩
ઉદેપુર નજીક વડોદરાના મોદી પરિવારની કારને નડેલા અકસ્માતમાં પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા હોવાની જાણ થતાં મોદી પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. બનાવને પગલે મોદી પરિવારના સગાસંબંધીઓ ઉદેપુર જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ગોત્રી વિસ્તારનો મોદી પરિવાર તેમના સંબંધીને ત્યાં પ્રસંગમાં જયપુર ગયો હતો. જ્યાંથી તેઓ આજે વડોદરા પરત ફરી રહૃાા હતા. તેમની કાર જ્યારે રાજસમંદ નજીક પહોચી તે સમયે કારચાલકે અચાનક જ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં મોદી પરિવારના ૪ સભ્યો અમૃતલાલ મોદી(ઉ.વ.૬૯), સુમન મોદી (ઉ.વ.૬૨), અલ્કેશ મોદી (૩૭), ટીનલ મોદી(ઉ.વ.૩૨) અને ધનવી મોદી (ઉ.વ.૧૦)ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.આ ઘટનામાં વેદાંતા મોદી(ઉ.વ.૦૫)નો બચાવ થયો હતો. મોદી પરિવારને નડેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત નિપજ્યા હોવાની જાણ શહેરમાં તેમના સગા સંબંધીઓને ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks