JNU હિંસા પર મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું, હુમલાએ ર૬/૧૧ના મુંબઈ ત્રાસવાદી હુમલાની યાદ અપાવી, નકાબપોશ હુમલાખોરો કાયર છે

(એજન્સી) મુંબઈ, તા.૬
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, દેશમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે. એમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. એમને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સાંખી લેવાશે નહીં. ઠાકરેએ કહ્યું જેએમયુના વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાએ મુંબઈના ર૬/૧૧ના ત્રાસવાદી હુમલાની યાદ અપાવી છે. હુમલાખોરો કાયર છે. એમની ઓળખ અંગે ખુલાસો થવો જોઈએ. દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ છે. અમોએ એમનામાં આત્મવિશ્વાસ પેદા કરવો જોઈએ. એમણે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું જો દિલ્હી પોલીસ ગુનેગારોને શોધવામાં નિષ્ફળ રહે તો એમને પણ કેઠેરામાં ઊભો કરવો જોઈએ. નોંધનીય છે કે, જેએનયુ પરિસરમાં રવિવારે રાત્રે હિંસા ભડકી ઉઠી હતી જ્યારે લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે નકાબધારી વ્યક્તિઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર હુમલો કર્યો અને પરિસરની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું જેના લીધે પ્રશાસને પોલીસ બોલાવવી પડી હતી. ઠાકરેને પૂછાયું કે શું તમે અમિત શાહના રાજીનામાની માગણી કરશો. એના જવાબમાં ઠાકરેએ કહ્યું અમારી પ્રાથમિકતા દોષીઓને ન્યાય સમક્ષ લાવવાની છે. એ પછી રાજકારણની વાત થશે. જેએનયુના વિરોધમાં મુંબઈમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનો બાબત ઠાકરેએ કહ્યું હું એમનો રોષ સમજી શકું છું જેએનયુમાં જે થયું એનાથી હું પણ એટલો જ દુઃખી છું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks