National

‘ચૂપ રહેત તો ભાજપ મને વડાપ્રધાન પણ બનાવી દેત’ : ઉદીત રાજ

તા.રપ
કોંગ્રેસમાં શામેલ થતા જ દલિત નેતા ઉદિત રાજે ગુરૂવારે મોદી સરકાર પર હુમલો કર્યો છે. ઉદીત રાજે પોતાના એક ટવીટમાં જણાવ્યું કે, ચૂપ રહેતો તો ભાજપ મને વડાપ્રધાન પણ બનાવી દેતી પરંતુ હું મૌન રહેવા માટે પેદા થયો નથી. જણાવી દઈએ કે લોકસભાની ટિકિટ ના મળવાથી નારાજ ઉત્તર પશ્ચિમી દિલ્હીથી ભાજપના સાંસદ ઉદિત રાજ બુધવારે કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થયા હતા. ઉદિત રાજે ગુરૂવારે ભાજપ અને વડાપ્રધાન મોદી પર હુમલો કરતા ટવીટ કરી લખ્યું કે, અંધભકત પોતાની ભકિત દુર રાખી જરા ધ્યાનપૂર્વક વિચારો કે પાછલા પાંચ વર્ષમાં બેરોજગારી વધી કે નહીં ? વધી ને ? તો ભકિતને પોતાના માથા પર હાવી ના થવા દો તેનાથી સંપૂર્ણ દેશનું ભવિષ્ય અંધકારમાં છે.
એક અન્ય ટવીટમાં તેમણે લખ્યું, કમળનું બટન દબાવો દેશને ફરીથી અંધકારમાં ડુબાવો. ફુલે બનાવ્યા ફુલ હવે ના કરી કયારેય આ ભુલ, આ વખત નકલી ચોકીદારની હાર પોતાના આ ટવીટની સાથે તેમણે ભાજપ ભગાવો દેશ બચાવો દેશટેગનો પણ ઉપયોગ કર્યો છે, એક અન્ય ટવીટમાં ઉદિત રાજે લખ્યું કે, મૌન રહેતો તો ભાજપ મને વડાપ્રધાન પણ બનાવી દેતી પરંતુ હું મૌન રહેવા માટે પેદા થયો નથી, જયારે જયારે ગરીબ, દલિતો, પછાતો, મહિલાઓ પર કોઈ સંકટ આવશે તો હું તેનો જાહેરમાં વિરોધ કરીશ. મારી હાજરીમાં દેશમાં તમામ પોતાના હકની સાથે માથુ ઉઠાવીને જીવશે.
જણાવી દઈએ કે, ભાજપે દિલ્હીના ઉત્તર-પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠકથી ઉદિત રાજની ટિકિટ કાપી દીધી હતી. ભાજપે આ બેઠક પરથી સિંગર હંસરાજ હંસને મેદાનમાં ઉતાર્યા છે. હંસરાજની હરિફાઈ આમ આદમી પાર્ટી (આપ)ના ગુગ્ગનસિંહ અને કોંગ્રેસના રાજેશ લિલોઠિયા સાથે થશે. જણાવી દઈએ કે ઉદિત રાજે મંગળવારે ટવીટ કરી જણાવ્યું હતું કે, મને ટિકિટની રાહ છે. જો ભાજપે મને ટિકિટ નથી આપી તો હું પાર્ટીને અલવિદા કરી દઈશ. ર૦૧૪માં ભાજપે દિલ્હીની તમામ બેઠકો પર જીત નોંધાવી હતી. દિલ્હીની તમામ ૭ લોકસભા બેઠકો પર મતદાન ૧ર મેંના દિવસે થશે મતગણતરી ર૩ મેંના દિવસે થશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.