Gujarat

રાજકોટમાં ૪૪ લાખના હેરોઈન સાથે બે જણાની ધરપકડ

ગોંડલ, તા.૧૭
રાજકોટના ગોંડલ પાસેના સડક પીપળિયા ગામની સીમમાં દરગાહની બાજુમાંથી બે શખ્સોને રાજકોટ રૂલર એસઓજીએ ૪૪ લાખના હેરોઇનના જથ્થા સાથે ઝડપી લઇ પૂછપરછ શરૂ કરી છે. રાજકોટના જંગલેશ્વરમાં રહેતા કોળી શખસ અને મુસ્લિમ શખસ પાસેથી ૪૩૯.૮૭૦ ગ્રામ હેરોઇન કબજે કરવામાં આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂા.૪૩.૯૮ લાખ હોવાનું જાણવા મળ્યું છે.
ગોંડલ નજીક સડક પીપળિયા ગામની સીમમાં આવેલ હઝરત ગેબનશા બાવાની દરગાહ પાસે બે શખ્સો માદક પદાર્થ હેરોઇન વેચતા હોઇ મોડી રાત્રે પોલીસે દરોડો પાડી રાજકોટના જંગલેશ્વરમાં રહેતાં ઇમ્તિયાઝ અબ્દુલ ડોઢિયા (ઉ.વ.૨૩) અને મહેશ કરશન ઉર્ફે ઉકા ભોજવિયા (ઉ.વ.૨૫) નામના કોળી શખસની ધરપકડ કરી હતી. આ બંને પાસેથી ૪૩૯.૮૭૦ ગ્રામ હેરોઇન જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂા.૪૩,૯૮,૭૦૦ થાય છે. તેમજ મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે. આ બંને શખ્સો છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થ હેરોઇનનો વેપાર કરતાં હતાં. આ બંને શખસો પાસેથી કોણે કોણે આ જથ્થો ખરીદયો તેમજ બંને શખ્સો ક્યાંથી અને કોની પાસેથીં આ માદક પદાર્થ વેચાણ માટે લઇ આવ્યા તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.