National

બ્રેક્ઝિટના મામલે યુરોપિયન સંઘના નાગરિકો યુકે છોડી જતાં હવે ભારતીયોને યુકેના વધુ વિઝા મળે છે

(એજન્સી) તા.૩૦
ગુરુવારે જાહેર કરાયેલ આંકડાઓ પરથી સ્પષ્ટ થયું છે કે ભારતીય પ્રોફેશનલ્સ, મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને પરિવારજનોને મંજૂર કરવામાં આવેલ યુકેની વિઝામાં વધારો જોવા મળ્યો છે પરંતુ બીજી એક વાસ્તવિકતા એ છે કે બ્રેક્ઝિટને ધ્યાનમાં લઇને યુરોપિયન સંઘના નાગરિકો હવે યુકે છોડી રહ્યા છે. સપ્ટે.૨૦૧૮ના રોજ સમાપ્ત થતા વર્ષ દરમિયાન ભારતીયોને સૌથી વધુ સંખ્યામાં વિઝા આપવામાં આવ્યા હતા. ભારતીયોને ૧૦ ટકા એટલે કે ૪૧૨૨૪ વિઝા ઇસ્યૂ કરાયા હતા અને કુલ વિઝાની સંખ્યા ૪૬૮૯૨૩ થઇ હતી. ચીન અને ભારતીય નાગરિકોને થઇને વિઝિટર વિઝામાંથી ૪૭ ટકા વિઝા આ બંને દેશના નાગરિકોને આપવામાં આવી છે. વર્ષ દરમિયાન ભારતીય પ્રોફેશનલ્સની માગ વધી ગઇ છે. ૫૫ ટકા પ્રોફેશનલ્સને ઓલ ટુ ટાયર (સ્કિલ્ડ) વિઝા આપવામાં આવી છે એવું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક શો દ્વારા જારી કરાયેલ આંકડા પરથી પ્રસ્થાપિત થયું છે.
યુકે યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરવા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ૩૩ ટકાનો વધારો થઇને ૧૮૭૩૫ થઇ છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવેલ કુલ વિઝામાં ચીન અને ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૫૦ ટકા જેટલી થવા પામે છે. આ ઉપરાંત ભારતીયો માટે પરિવાર સંલગ્ન વિઝામાં વધારો થયો છે. આ પ્રકારની ૮૮૧ વિઝા આપવામાં આવી હતી.
ભારતીયોને આપવામાં આવેલ ઇઇએ ફેમિલી પરમિટની સંખ્યા ૪૨૪૫ હતી તે વધીને ૮૩૬૦ થઇ ગઇ છે. યુકેમાં આવતા યુરોપિયન સંઘના નાગરિકો કરતા યુકેને છોડી જતા નાગરિકોની સંખ્યા બ્રેક્ઝિટના પગલે વધી રહી છે. યુરોપિયન સંઘથી યુકેમાં સ્થળાંતરનું પ્રમાણ છ વર્ષમાં સૌથી નીચું જોવા મળ્યું છે. આમ બ્રેક્ઝિટના મુદ્દે જ્યારે યુરોપિયન યુનિયનના નાગરિકો યુકે છોડી રહ્યા છે ત્યારે ભારતીયોને યુકેના વધુને વધુ વિઝા મળી રહ્યા છે. સપ્ટે.૨૦૧૮ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન ભારતીયોને સૌથી વધુ વિઝીટર વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.