ઉકાઈ ડેમ પૂરતા પ્રમાણમાં ન ભરાવાને કારણે પાણીની તંગી વર્તાવાની શક્યતા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉકાઇ ડેમ પૂરતા પ્રમાણમાં ન ભરાવાને કારણે પાણીની તંગી વર્તાવાની શક્યતા રહેલી છે.જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા તાપી નદીના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ એરિયામાં સતત વરસાદનો વિરામ યથાવત રહ્યો છે. ઉકાઈની સપાટી ૩૧૭.૭૮ ફૂટે સ્થિર થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના દેડતલાઈમાં ૦.૬ મીમી અને બુરહાનપુરમાં ૦.૮ મીમી જેટલો નહીંવત વરસાદ થયો છે. તે સિવાયના અન્ય ગેજસ્ટેશનમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ થયો નથી. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પર ભુસાવલ નજીક આવેલ હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજની સપાટી ૨૧૩.૨૨૦ મીટર નોંધાઇ છે. હથનુર ડેમમાંથી તાપી નદીમાં ડિસ્ચાર્જ ઘટાડવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજની તારીખે ડેમનું રૂલ લેવલ ૩૪૦ ફૂટ સુધી જાળવવાનુ઼ છે. એટલે ૩૪૦ ફૂટથી વધારે જળસપાટી હોય તો જ ડેમમાંથી પાણી છોડી શકાય છે. ડેમમાં ૬૦૦ કયુસેકની આવક સામેત તેટલો પૂરેપૂરો ડિસ્ચાર્જ થતો હોવાથી ઉકાઈની સપાટી સ્થિર છે. ઉકાઈ ડેમ રૂલ લેવલ કરતા ૨૨.૨૨ ફૂટ નીચે છે. જ્યારે ભયજનક સપાટી ૩૪૫ ફૂટ કરતા ૨૭.૨૨ ફૂટ સપાટી ઓછી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks