ઉપરવાસમાં વરસાદના વિરામના કારણે ઉકાઈ ડેમ ખાલી રહ્યો

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
ઉકાઈ ડેમના ઉપરવાસમાં તાપી નદીના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં વરસાદ નબળો રહ્યો છે. આજે ૧લી ઓગસ્ટથી ઉકાઈ ડેમની સપાટી પર રૂલ લેવલ મુજબ અમલ શરૂ થયો છે. રૂલ લેવલ ૩૩૫ ફૂટની સામે આજે ડેમની સપાટી ૩૦૦ ફૂટ નોંધાઈ છે. જે ગત વર્ષે ૩૧૩ ફુટ નોંધાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧લી ઓગસ્ટથી ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ મુજબ જાળવવાનો અમલ શરૂ થયો છે. આજની તારીખે ઉકાઈ ડેમમાં ૩૩૫ ફૂટ કરતા વધુ પાણી હોય. તો જ ડેમમાંથી ડિસ્ચાર્જ થઈ શકે છે. આજે ૩૩૫ ફૂટના રૂલ લેવલ સામે ઉકાઈની સપાટી ૩૦૦.૨૬ ફૂટ નોંધાઈ હતી. એટલે ડેમ રૂલ લેવલ કરતા ૩૫ ફૂટ અને ભયજનક સપાટી ૩૪૫ ફૂટ કરતા ૪૫ ફૂટ જેટલો ખાલી છે ગત વર્ષે ૧/૮/૨૦૧૭ના રોજ ઉકાઈ ડેમની સપાટી ૩૧૩.૩૭ ફૂટ હતી. જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના અંતે ૩૨૩.૬૪ ફૂટ જેટલી નોંધાઈ હતી. એટલે ગત વર્ષે રૂલ લેવલના અમલ બાદ ઉકાઈ ડેમની સપાટી માત્ર ૧૦ ફૂટ જેટલી જ વધી હતી. ૩૩૫ ફુટ સુધી ઉકાઈ ડેમ ભરાય તો આખુ વર્ષ દક્ષિણ ગુજરાત માટે પાણીની જરૂરિયાત સંતોષી શકાય છે. ગત વર્ષે નબળા ચોમાસા લીધે ઉકાઈની સપાટી નીચી રહી હતી.
આ વર્ષે પણ ચોમાસામાં શરૂઆતના જુન-જુલાઈ મહિના દરમિયાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં કોઇ નોંધપાત્ર વરસાદ થયો નથી. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ઉપરવાસમાં સારો વરસાદ થાય તો જ ઉકાઈ ડેમમાં પાણીની આવક થશે અને સપાટી વધશે. હાલના તબક્કે ઉકાઈની જળ સપાટી ચિંતાજનક સ્થિતિએ છે આજથી રૂલ લેવલના અમલ સાથે ઉકાઈ ડેમ રૂલ લેવલના અમલ સાથે ઉકાઈ ડેમ રૂલ લેવલથી ૩૫ ફુટ અને ભયજનક સપાટીથી ૪૫ ફૂટ જેટલો ખાલી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks