ઉકાઈ ડેમની સપાટી ૩ર ફૂટ જ વધતાં ચિંતા પ્રસરી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૩૧
ચોમાસાના જુલાઈ બાદ ઓગસ્ટ મહિનામાં પણ ઉકાઈના ઉપરવાસમાં ચોમાસુ નબળુ રહેતા ડેમની સપાટીમાં નજીવો વધારો નોંધાયો હતો.ચોમાસાના છેલ્લા અઢી મહિના દરમિયાન ઉકાઈ ડેમની સપાટીમાં ૩૨ ફૂટનો જ વધારો નોંધાયો હતો.
સુરત જિલ્લા સંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલ તાપી નદીના ગેજ સ્ટેશન વિસ્તારમાં વરસાદ સદંતર બંધ છે. ચોમાસાની શરૂઆત જૂન મહિનાના બીજા સપ્તાહ દરમિયાન થઈ હતી. ચોમાસુ શરૂ થયુ ત્યારે ઉકાઈની સપાટી એકદમ તળીએ જઈને ૨૮૫ ફૂટ થઈ હતી. છેલ્લા અઢી મહિના દરમિયાન ઉકાઈ ડેમની સપાટીમાં ૩૨ ફૂટનો વધારો નોદ્વધાયો છે.ઓગસ્ટ મહિનો એટલે ચોમાસાનું પીક મહિનો કહેવાય સૌથી વધુ વરસાદ ઓગસ્ટ મહિનામાં થતો હોય છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ વરસાદનું જોર ઘટતું જાય છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલ તાપીનદીના કેચમેન્ટ એરિયામાં વરસાદ સામાન્ય કરતા પણ ઓછો રહ્યાં છે. આજની તારીખ ઉકાઈ ડેમ ભયજનક સપાટી ૩૪૫ ફૂટ કરતા ૨૭ ફૂટ જેટલો ખાલી છે.હવામાન વિભાગ દ્વારા હાલ ઉકાઈના ઉપરવાસમાં વરસાદની કોઇ આગાહી કરી નથી. સપ્ટેમ્બર મહિના દરમિયાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ થાય તો ઉકાઈમાં આવક વધશે અને સપાટીમાં વધારો થઈ શકશે. ગત વર્ષે ચોમાસાના અંતે ઉકાઈની સપાટી ૩૨૫ ફૂટ સુધી જ નોંધાઇ હતી. આ વર્ષે ઉકાઈની સપાટીમાં વધારો થાય તે દક્ષિણ ગુજરાતની સિંચાઈ માટે જરૂરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks