ઉમરખાન હત્યાકાંડમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ

(એજન્સી) અલવર, તા.૬
રાજસ્થાનના અલવરમાં ગોવિંદગઢ પોલીસ સ્ટેશનની હદમાં ગત નવેમ્બર માસમાં ઉમરખાનની હત્યા નિપજાવી લાશને રેલવે ફાટક પર ફેંકી દેવામાં આવી હતી. આ હત્યામાં વધુ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ ઘટનામાં અંજામ આપવા ઉપયોગ કરવામાં આવેલ હથિયારો અને બોલેરો ગાડીને જપ્ત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર ઉમરખાનને ગોળી મારી હત્યા નિપજાવવાની ઘટનામાં સંડોવાયેલા ચાર વધુ આરોપીઓ ખુશીરામ, રોહિતાશ્વ, બન્ટી અને દશરથની ધરપકડ કરવામાં આવી છે. ચારેય આરોપીઓ પાસેથી ઉમરખાનની હત્યામાં ઉપયોગમાં લેવાયેલએ હથિયાર પણ જપ્ત કરી લેવામાં આવ્યું જેનાથી ઉમરખાનને ગોળી મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઉમરખાનની ૧૦મી નવે.ના રોજ કરીને તેમની લાશ રામગઢ વિસ્તારના રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી જેની ખબર પોલીસને ૧રમી નવે.ના રોજ થઈ હતી. પોલીસે ઉમરખાનની હત્યામાં પહેલાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારી રાહુલ પ્રકાશે જણાવ્યું કે, ઉમરખાન હત્યાકાંડમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઉમરખાન પોતાના સાથીઓ તાહિર અને જબ્બાર સાથે ગાય લઈને જઈ રહ્યા હતા ત્યારે કથિત ગૌરક્ષકોએ એમના પર હુમલો કર્યો હતો. ગૌરક્ષકોએ આ ત્રણેય ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેમ ઉમરખાનને ગોળી વાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ૧૦મી નવે.ના રોજ ઉમરખાનની હત્યા નિપજાવી આરોપીઓએ તેમની લાશને રેલવેના પાટા પર ફેંકી દીધી હતી, જેની જાણ ૧રમી નવેમ્બરે પોલીસને જાણ થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks