ઉમરપાડામાં ચાર ઈંચ – માંડવીમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
શહેર- જિલ્લામાં આજે સવારથી કાળા ડીબાંગ વાદળો વચ્ચે મૂશ્ળધાર વરસાદ નોધાયો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત આગાહી મુજબ ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત જિલ્લા ફલ્ડ કંટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત રોજથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ બાદ આજે સવારથી ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. ગત ચોવીસ કલાક દરમ્યાન બારડોલીમાં ૩૨ મીમી ચોર્યાસીમાં ૩૧ મીમી, કામરેજમાં ૪૨ મીમી, મહુવામા઼ ૩૦ મીમી, માંડવીમાં ૮૭ મીમી, માંગરોળમાં ૪૫ મીમી, ઓલપાડમાં ૩૨ મીમી, પલસાણામાં ૨૦ મીમી, સુરત સિટીમાં ૨૫ મીમી અને ઉમરપાડામાં ૧૦૮ મીમી જેટલો વરસાદ નોધાયો છે. આજે સવારે ૧૨ વાગ્યાથી સાંજે પાંચ સુધી ૬ કલાક દરમ્યાન તમામ તાલુકાઓમાં વરસાદ યથાવત રહ્યો છે. બારડોલીમાં ૧૧ મીમી, ચોર્યાસીમાં ૨૨ મીમી, કામરેજમાં ૧૫ મીમી, મહુવામાં ૫ મીમી, માંગરોળમાં ૩૭ મીમી, ઓલપાડમાં ૪૦ મીમી, પલસાણામાં ૧૪ મીમી, સુરત સિટીમાં ૨૩ મીમી અને ઉમરપાડામાં ૨૭ મીમી જેટલો વરસાદ નોધાયો છે. સવારથી કાળા ડીબાંગ વાદળો વચ્ચે મૂશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેર દિવસ દરમિયાન હિલસ્ટેશનમાં ફેરવાયું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી આગાહી મુજબ જ શહેર- જિલ્લામાં વરસાદ નોધાયો છે.
હવામાન વિભાગ દ્વારા તા. ૨૭મી ૩૧મી ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે આજે સવારે પીકઅર્સમાં ટ્રાફિક જામ રહેતા શહેરીજનો પરેશાન થઈ ગયા હતા. શહેરના અડાજણ, પાલ, રાંદેર રોડ, અઠવાગેટ, રિંગરોડ, રેલવે સ્ટેશન, ઘોડદોડ રોડ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટ્રાફિક જામ રહ્યો હતો. કોલેજ તથા નોકરી ધંધા પર જતા શહેરીજનો મોડા પહોચ્યા હતા. જ્યારે શહેરમાં વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ટ્રાફિક પોલીસ પણ બેહાલ નજરે ચઢી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks