(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
વડોદરાના યુનિ. પેવેલીયન ખાતે વિજ કંપનીના વોચમેનની યોજાયેલ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચી વિવાદને થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વિજ કંપનીના સિક્યુરીટી વોચમેનની ૫૧ જગ્યાઓ માટે આજે યુનિ. પેવેલીયન ખાતે ભરતી પ્રક્રિયા રાખવામાં આવી હતી. ત્યાં મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. દરમ્યાન ઉમેદવારો પહોંચ્યા હતાં. દરમ્યાન ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. ઉમેદવારોના જણાવ્યા અનુસાર ભરતી પ્રક્રિયા જવાબદાર અધિકારી ગેરહાજર હતા. તદ્દુપરાંત ભરતી પ્રક્રિયાના માપદંડ પ્રમાણે ઉમેદવારોની ભરતી કરવામાં આવી ન હતી. જેમાં મેડીકલ તપાસમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઉમેદવારોએ કર્યા હતા. હોબાળાના પગલે સયાજીગંજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને મામલાને થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.