International

યુએન રાઈટ્‌સ કમિશનરે રોહિંગ્યા કટોકટી, ગૌરી લંકેશ હત્યાના મુદ્દે ભારતની આકરી ઝાટકણી કાઢી

(એજન્સી) સંયુક્ત રાષ્ટ્રસંઘ, તા. ૧૧
સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકાર ઉચ્ચાયુક્ત ઝૈદ રાદ અલ હસને મ્યાનમાર રોહિગ્યા મુસ્લિમોની પરિસ્થિતિને ‘વંશીય ઉન્મૂલન’નું ટેક્સ્ડ બુક ઉદાહરણ ગણાવીને યંગૂન તથા રોહિગ્યા મુસ્લિમોને સ્વદેશ મોકલવાના પ્રયાસો શરૂ કરનાર ભારતની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. જીનીવામાં માનવાધિકાર પરીષદના ૩૬ ના સત્રને સંબોધિત કરતાં અલ હસને મ્યાનમાર સરકારને એવો લવારો બંધ કરવાનું કહ્યું કે રોહિગ્યા તેમના ઘરોને જાતે આગ ચાંપી રહ્યાં છે અને તેઓ તેમના ગામમાં આળસુ બનીને પડી રહ્યા છે. મ્યાનમાર સરકાર પર તૂટી પડતાં તેમણે કહ્યું કે રોહિગ્યા મુદ્દે તેના ઈન્કાર આંતરરાષ્ટ્રીય સરકારને ખૂબ નુકશાન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે મ્યાનમારે સંયુક્ત રાષ્ટ્રસંઘના તપાસકર્તાઓ પર પ્રતિબઁધ મૂકી દીધો હોવાથી સાચી પરિસ્થિતિનો તાગ મળવો મુશ્કેલ છે. પરંતુ ત્યાંની પરિસ્થિતિ ‘વંશીય ઉન્મૂલન’નું ટેક્સ્ડ બુક ઉદાહરણ છે. તેમણે કહ્યું કે ભારતમાં જાતિયવાદ અને નફરતની નકારાત્મક અસરોને ખાળવા માટે લગાતાર પ્રયાસ કરી રહેલા પત્રકાર ગૌરી લંકેશની હત્યા થઈ ત્યાર બાદ અભિવ્યક્તિની આઝાદીના રક્ષણ માટે નીકળેલી આગેકૂચ અને ૧૨ શહેરોમાં યોજાયેલા પ્રદર્શનના સમાચાર સાંભળીને મને ખૂબ માઠું લાગ્યું. રોહિગ્યા મુસ્લિમો પ્રત્યેના ભારતના અભિગમોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતમાં ૪૦,૦૦૦ રોહિગ્યા મુસ્લિમોએ શરણ લીધું છે જેમાં ૧૬,૦૦૦ મુસ્લિમોને શરણાર્થીના દસ્તાવેજો આપવામાં આવ્યાં છે. ઝેદ રા અલ હસને કહ્યું કે આજે જ્યારે પોતાના જ દેશમાં હિંસાનો ભોગ બની રહેલા રોહિગ્યા મુસ્લિમોને સ્વદેશ પરત મોકલવાના ભારતના પ્રયાસોને હું વખોડી કાઢું છું. તેમણે ખાસ ઉલ્લેખ કરતાં કહ્યુ કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ભારતની જવાબદારીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારત રોહિગ્યા મુસ્લિમોને સામૂહિક રીતે એવે કોઈ ઠેકાણે ન મોકલી શકે કે જ્યાં તેમના જીવનને જોખમ હોય અથવા તો તેઓ હિંસાનો ભોગ બનતાં હોય. તેમણે રાખીને સ્ટેટમાં મુસ્લિમોની વિરૂદ્ધના મ્યાનમારના ઘાતક સુરક્ષા અભિયાનને આકરો શબ્દોમાં વખોડી કાઢ્યું. તેમણે કહ્યું કે ગત મહિનામાં ઘુસણખોરીના હુમલાઓ કરતાં પણ ઘણા ઘાતકી છે. મ્યાનમારના રાખીને સ્ટેટમાં બે અઠવાડિયા પહેલા ફાટી નીકળેલી હિંસાના પરિણામે લગભગ ૩ લાખ રોહિગ્યા મુસ્લિમો દેશ છોડીને ભાગી નીકળ્યાં હતા જે પછી પણ લગાતાર હિંસાની ઘટનાઓ બની રહ્યાં છે. લગભગ બે લાખ મુસ્લિમો બાંગ્લાદેશ ભાગી નીકળ્યાં છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

  (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
  Read more
  International

  પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

  (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
  Read more
  International

  ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

  ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.