Gujarat

ઉનાના ગાંગડા નજીક ડમ્પરે બાઈકને ઠોકરે ચઢાવતા બે આશાસ્પદ યુવાનનાં મોત

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૧
ઉના નજીક ગાંગડા ગામ પાસે મોડી રાત્રીના સમયે ઉનાથી બાઈક પર બેસી પોતાના મોટીમોલી ગામે જતાં સંકુલ બસના બે ડ્રાઈવરને ડમ્પરે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને બાઈક સવારના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજતાં ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. પોલીસ સુત્રમાંથી મળેલી વિગત અનુસાર ઉના તાલુકાના મોટીમોલી ગામે રહેતા અને ખાનગી શાળામાં સંકુલ બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા જાવીદભાઈ રજાકભાઈ જુણેજા (ઉ.વ.૪૦) તેમજ ઊંટવાડા ગામે રહેતા ગોહિલ ગંભીર ઉન્નડભાઈ (ઉ.વ.૪૦) બંને મિત્રો એક જ શાળામાં ડ્રાઈવિંગનું કામ કરતા હતા. શાળામાં નવરાત્રી વેકેશન પડતા છૂટી હોવાના કારણે બંને મિત્ર પોતાનું બાઈક મોટરસાઈકલ નંબર જીજે-ર૭ એ જે રપ૬૭ ઉપર બેસી કોઈ કામ સબબ ઉના આવ્યા હતા. જે સાંજના સમયે ઉનાથી પરંતુ પોતાના ગામે જતા હતા એ વખતે ભાવનગર રોડ પર આવેલ ગાંગડા ગામ પાસે ઉના તરફ આવતા ટોરસ ડમ્પરે બાઈકને અડફેટે લઈ ઠોકર મારતાં બાઈકસવાર ગોહિલ ગંભીર ઉન્નડભાઈ (ઉ.વ.૪૦) તેમજ પાછળ બેઠેલા જાવીદભાઈ જુણેજા ફંગોળાઈ જતાં તેને ગંભીર ઈજાઓ થતાં સારવાર મળે તે પહેલાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજેલ હતું. આ ગંભીર અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો અને બંને યુવાનોનાં સગાસંબંધીને જાણ થતાં તે પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. બંને મૃતક યુવાનોને પીએમ માટે ઉના સરકારી દવાખાને ખસેડેલ હતા. આ ઘટના સર્જાતા ઉના પોલીસ ઘટનાસ્થળે દોડી ગયેલ અને અકસ્માત કરનાર ટ્રક ડ્રાઈવરની શોધખોળ કરતાં તે ભયમાં ટ્રક છોડી નાસી ગયેલ અને પોલીસે ડમ્પર નંબર જીજે ૧૮ એવી ૯૪૧૩ને કબજે કરી રોડ ખુલ્લો કરાવી ટ્રાફિક શરૂ કરાવેલ હતો. આ બનાવ અંગે ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવાનો ડ્રાઈવિંગ કરતા હોય અને ઉનાની ખાનગી સ્કૂલની બસ છેલ્લા સાત વર્ષથી ચલાવતા હતા. મરણજનાર ગોહિલ ગંભીરભાઈને બે સંતાન હોય બંને દીકરીઓએ પિતા ગુમાવતા ભારે અરેરાટી ઊંટવાડા ગામમાં ફેલાયેલ છે તેમજ મરણજનાર જાવીદભાઈ જુણેજાને પણ સંતાનમાં નાની ઉંમરની એક દીકરી તથા એક દીકરો છે અને જાવીદભાઈની પત્ની લાંબા સમયથી બીમાર છે. જાવીદભાઈ એકમાત્ર તેમના પરિવારમાં કમાનાર હોવાથી આ મુસ્લિમ પરિવાર નોંધારૂં બની ગયેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.