(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૫
ઉના, દેલવાડા, દીવનો રોડ ભૂર્ગભ ગટરના કારણે છેલ્લા કેટલાય દિવસોથી બિસ્માર હાલતમાં ફેરવાય જતાં લોકોની હાલાકી દિન-પ્રતિદિન વધતી જતી હતી. અર્જુન ગ્રુપ દ્વારા તંત્રને ૭૨ કલાકનું અલ્ટીમેટ આપેલ અને જણાવેલ કે, આ રોડનું કામ શરૂ કરશે અન્યથા આ રોડ પર ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવશે અને દિન-પ્રતિદિન આ બિસ્માર રોડની હાલત જોઇ અને તંત્રની નિલકાળજી સામે જન આક્રોશ વધતો જોવા મળતો હતો અને આજે આ જન આક્રોશ રોડ પર ઉતરી આવેલ હોય બપોરના ૩ વાગ્યાની આસપાસ દેલવાડા રોડ પર આવેલ વિદ્યાનગર સોસાયટી પાસે આ વિસ્તારના રહેવાસીઓ બિસ્માર રોડનું કામ તુરંત શરૂ કરાવવા રોડ પર બેસી ચક્કાજામ કરી દિધેલ અને આ ચક્કાજામમાં આ વિસ્તારની મહિલાઓ પણ રોડ પર ઉતરી આવેલ અને ચક્કાજામ કરી આપતા તંત્ર દોડતું થયું હતું. વાહનોની કતાર રસ્તા પર જોવા મળતી હતી. અને ઉના મામલતદાર પાણી પુરવઠાના અધિકારી તેમજ આરએનબીના અધિકારીઓ દોડી ગયા હતા.