ઉના ગીરગઢડા તાલુકાના કારડિયા રાજપૂત સમાજની ભવ્ય રેલી નીકળી : આવેદન સુપરત

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૨૩
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડવાના હેતુથી ભાવનગર જિલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ સમાજસેવક અને પ્રતિષ્ઠિત વ્યક્તિ અને કારડિયા રાજપૂત સમાજના આગેવાન દાનસિંહભાઇ મોરીના ઉપર ખોટા કેસો કરાવી અંગત દાઝ દ્વેષ રાખી રાયોટિંગનો કેસ દાખલ કરાવી ભાજપની સત્તાના જોરે સત્તાનો ઉપયોગ કરી સરપંચ દાનસિંહભાઇ મોરીને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવી છ માસની સજા કરાવતા સમગ્ર સૌરાષ્ટ્રભરના કારડિયા રાજપૂત સમાજમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો છે અને ઉના ગીરગઢડા તાલુકાના કારડિયા રાજપૂત સમાજના વિશાળ સંખ્યામાં આગેવાનો, યુવાનોએ કારડિયા રાજપૂત સમાજની વાડી ખાતેથી વિશાળ બેનરો અને સૂત્રચ્ચારો સાથે રેલી કાઢી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ત્યાં જીતુ વાઘાણી વિરૂદ્ધ આવેદનપત્ર આપી રોષપૂર્વક બુધેલ ગામના કારડિયા રાજપૂત સમાજના સમાજસેવક અને પૂર્વ સરપંચ સામે જીતુ વાઘાણીએ કરાવેલા ખોટા કેસો પાછા ખેંચાવી દાનસિંહભાઇ મોરીને કિન્નાખોરી રાખી સત્તાના જોરે ખોટી રીતે માનસિક, આર્થિક અને રાજકીય રીતે તોડી પાડવાની પ્રવૃત્તિ શરૂ કરેલ છે. તેને ચેતવણી આપી, જો દાનસિંહભાઇ મોરીને ન્યાય નહી આપવામાં આવે તો સમગ્ર ગુજરાતભરના કારડિયા રાજપૂત સમાજ આગામી આવનારી ચૂંંટણીમાં જીતુ વાઘાણીને તેમજ ભાજપને ભરી પીવા આહ્‌વાન કરેલ હતું. આ રેલીમાં વિશાળ સંખ્યામાં કારડિયા રાજપૂત સમાજ ઉમટી પડી બુધેલ ગામના દાનસિંહભાઇ મોરીના સમર્થનમાં અવાજ ઉઠાવેલ હતો અને સમાજસેવક સાથે સમગ્ર સમાજ પડખે હોવાનો સંકલ્પ લીધો હતો અને જીતુભાઇ વાઘાણી સામે અનેક પ્રકારના ગંભીર આક્ષેપ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks