ઉના ખાતે કોંગ્રેસના સ્નેહમિલન સમારોહમાં ભાજપ પર આકરા પ્રહારો

ઉના, તા.૩૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય નેતાઓ દ્વારા નવા વર્ષના આગમનને વધારવા સ્નેહમિલન સમારોહ યોજી પ્રચારના શ્રી ગણેશ કરવાનું શરૂ કરેલ છે તેના ભાગરૂપે ઉના ૯૩ વિધાનસભા મત વિસ્તારમાં ઉના-ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય પુંજાભાઈ વંશના અધ્યક્ષ સ્થાને અત્રેની બોડીંગ ખાતે કોંગ્રેસનું ભવ્ય સંમેલન મળેલ હતું. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા મહારાષ્ટ્રના સાંસદ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રાજીવજી સાથવેલ, માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય બાબુભાઈ વાજા, ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ યુવા અગ્રણી ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય ધીરસિંહભાઈ બારડ, ડો.નિશાતભાઈ, ગુંણુભાઈ તળાવિયા સહિત અગ્રણીઓએ કોંગ્રેસના આ સ્નેહમિલન સમારોહમાં હાજર રહી સભાને સંબોધન કરી ગુજરાતમાં રર વર્ષથી કાર્યરત ભાજપ સરકારની પ્રજા વેપારી ખેડૂત અને આમ ગરીબ પ્રજા યુવાનો બેરોજગારો, કર્મચારી અને સમાજના દરેક વર્ગના લોકોને વિકાસના નામે વાતો કરી ગુજરાત મોડેલ નામે પ્રજાનું શોષણ કરી ભય અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સરકારે લોકોને દરેક ક્ષેત્રે પરેશાન કરી લોકોને બાનમાં રાખેલ હોવાના વિવિધ મુદ્દાઓ સાથેની છણાવટ સાથે નીતિ-રીતિઓને ખુલ્લી પાડી હતી અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રર વર્ષના શાસનનો જડબાતોડ જવાબ આપી ગુજરાતમાંથી ભાજપ નામની ગેગરીંગને ઉખેડી ફેંકવા તમામ અગ્રણીઓએ આહવાન કર્યું હતું. આ સંમેલનમાં ભાજપ છોડી કોંગ્રેસમાં પટેલ સમાજના અગ્રણી પૂર્વ કાઉન્સિલર ગુણુભાઈ પટેલ સહિતના એક સો જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાઈ ખેસ ધારણ કરતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks