Gujarat

ઉનામાં ગૌરવયાત્રા સાથે મુખ્યમંત્રીનું આગમન : કોંગ્રેસ પર આકરા પ્રહારો

ઉના, તા.૫
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોડી રાત્રીના ગૌરવયાત્રા લઇ આવી પહોંચતા ભાજપ યુવા મોરચા અને સંગઠન દ્વારા આ યાત્રાનું સ્વાગત કરાયેલ વિશાળ બાઇક રેલી અને ઝંડા રોશનીથી ઝગમગાટ શહેરના મુખ્યમાર્ગ સાથે ગૌરવયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોનું અભિવાદન ઝીલી સર્વને વિકાસનો પરીચય કરાવ્યો હતો. મોડી રાત્રીના અંગેના આંબાવાડી ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીએ ગૌરવયાત્રા અંગે વિશાળ સંખ્યામાં ઉમટી પડેલી માનવ મેદનીને સંબોધન કરી જણાવેલ કે, કોંગ્રેસે વિકાસને મજાક બનાવી છે પણ ભાજપ માટે મીજાજ છે અને દેશના વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના મૂળિયા વિકાસ કામો બનાવીને ઉખાડી નાખ્યા છે ત્યારે ગૌરવયાત્રાએ વિકાસનું વાવાઝોડુ આવ્યું છે તેમ જણાવી વિકાસને આંતકવાદની કમર તોડી છે. કાશ્મીરના આંતકવાદને શાંત કરી દીધો છે. આગામી દિવસોમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળશે. તેમાં ગુજરાત સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા કરવેરા ઘટાડી લોકોને સસ્તું પેટ્રોલ આપવા તરફ આગળ વધી રહી છે. ગુજરાત સરકાર ગરીબો અને ગામડાઓમાં વસતા લોકોમાં શૌચાલય આપી ગરીબ પ્રજાની ઇજ્જત સલામતી કરેલ છે. આ ઉપરાંત ગોકુલગામ સડક જ્યોતિ યોજના મુખ્ય રસ્તાઓ સાથે જોડી દીધા છે. ખેડૂતોને જ્યોતિ યોજના તળે ૨૪ કલાક વીજળી આરોગ્ય ૧૦૮ જેવી સેવા નર્મદા પાણી સિંચાઇ યોજના શિક્ષણ સસ્તું શિક્ષણમાં ગુણવતા કાયદો વ્યવસ્થા સાથે પ્રજાને શાંતિ સલામતી માટેનું કામ કરી અષાઢી બીજ યાત્રા, મહોર્રમ, ઇદ જેવા તહેવારો શાંતિથી ઉજવાય તેવું કામ કરી સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર સાર્થક કરી બતાવેલ છે. મુખ્યમંત્રીએ નવાબંદરના વિકાસને લીંલીઝંડી આપી અને તેના માટે બજેટ પણ ફાળવી ટેન્ડર બહાર પાડેલ તે વાતને દોહરાવી ઉના વિધાનસભા વિસ્તારમાં વિજય પ્રાપ્ત થાય તો ભારે ઉદ્યોગ પણ આપવા ખાત્રી આપી લોકોને રોજગારીની તક આપવા તૈયારી બતાવેલ હતી. ગૌરવયાત્રા ઉના ખાતે મોડી આવેલ પણ ભારે જનમેદનીએ સ્ટેજ પર આવેલા લોક સાહિત્ય કલાકારો અને સ્ટેજ ગુજરાતી કલાકારોને મનભરી લોક સાહિત્યની મોજ માણી હતી અને શેરસાયરી સાથે મનોરંજનની મોજ લીધી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.