ઉના તાલુકાના નવાબંદર ગામ જેટી પાસે ગુરૂવારના રોજ ૩૦ ફૂટ લાંબી અને ૧૦ ટન વજન ધરાવતી “મચ્છરાજ” (માછીમારો દ્વારા અપાયેલું નામ) માછલી બ્લેક વ્હેલ જીવતી તણાઈ આવી જતાં જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. દરિયા ખેડૂના જણાવ્યા મુજબ મચ્છરાજ માછી મારવા પર પ્રતિબંધ છે જો તે કાંઠા પર મૃત્યુ પામે તો તેની પૂંછ અને મીણ તેમજ અન્ય અંગોની કિંમત લાખોની ગણાય છે. આ મચ્છરાજ સુરક્ષિત દરિયામાં ઉતારવા બે બોટોની મદદથી મહામહેનતે આ કામ પાર પાડવામાં આવ્યું હતું.
Facebook
0
Twitter
0