ઉના, તા.૭
પાકિસ્તાન જેલમાં રહેલા ભારતીય માછીમારો લાંબી વેદના ભોગવ્યા બાદ પાકિસ્તાન સત્તાવાળાએ ભારતીય સરહદમાંથી પકડેલા આ ૮૭ માછીમારોને મુક્ત કરવા નિર્ણય લેતા અને પકડાયેલા આ માછીમારો પૈકી ૫૭ જેટલા માછીમાર ઉના પંથકના હોય તેમની યાદી જાહેર થતાં આ માછીમાર પરીવારો પોતાના સભ્યો છુટી આવવાના હોવાની વાત આવતા આ માછીમાર પરીવારોમાં ઉત્સાહ સાથે ખુશીની લહેર ફેલાયેલ છે અને તહેવારો આવતા હોય તે પહેલા માછીમારોના પરીવાર સાથે મિલન થનાર હોવાના કારણે અનેક ઘરોમાં આનંદની લાગણી ફેલાયેલ છે.
Facebook
0
Twitter
0