ઉના વિધાનસભા બેઠક માટે ભાજપના ૧ર ઉમેદવારોએ દાવેદારી કરી

ઉના, તા.ર૪
૯૩ ઉના વિધાનસભા બેઠક પર ભાજપના નિરીક્ષકો દ્વારા વેરાવળ મુકામે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં કોળી સમાજના પ્રભુત્વવાળી ઉના વિધાનસભાની બેઠક પર ૧૨ ઉમેદવારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં ૯ કોળી સમાજના ૨ પટેલ સમાજના અને ૧ બ્રહ્મ સમાજના ઉમેદવારે પોતાના ટેકેદારો અને સમર્થકોના ટોળા સાથે નિરીક્ષકો સમક્ષ રીતસર શક્તિ પ્રદર્શન કરી ટિકિટની માંગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વ ભાજપનો જૂથવાદ ઉકળતા ચરૂની જેમ બહાર આવતા અને વેરાવળ મુકામે ભાજપના પ્રદેશમાંથી આવતા નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવતા પહેલાં ભાજપના એક જૂથે નજીકના એક ધાર્મિક જગ્યાએ મીટિંગનું આયોજન કરેલ અને આ મીટિંગ કલાકો સુધી ચાલ્યા બાદ એવું નક્કી કરવામાં આવેલ કે અહી આવેલા ભાજપના આગેવાનો કે જે નિરીક્ષકો સમક્ષ ટિકિટની દાવેદારી કરવાના છે. તે દશ જેટલા આગેવાનોએ અંદરો અંદર એવું નક્કી કર્યું કે આપણા દશમાંથી પાર્ટી જે કોઈને ટિકિટ આપશે તો બાકીના બધા આગેવાનો તેમની સાથે ચૂંટણી જીતાડવામાં રહેશે. આ યોજના નક્કી કર્યા બાદ ઉના શહેર તથા તાલુકાના ચૂંટણી લડવા ઇચ્છતા આગેવાનો પોત પોતાના સમર્થકો સાથે નિરીક્ષકો સમક્ષ પહોંચ્યા હતા અને નિરીક્ષકો સમક્ષ આ ભાજપનાં એક જૂથના દસ જેટલા આગેવાનોએ નિરીક્ષકોને પણ કહી આવ્યું હતું કે અમારા દસમાંથી પાર્ટી કોઇપણને ટિકિટ આપશે તો અમો એક જૂથ થઇને ચૂંટણી લડી શું આમ વિધાનસભાની ચૂંટણી પર્વ ભાજપનો જૂથવાદ અંદરો અંદર ઉછળકૂદ કરવા લાગતા જિલ્લા ભાજપના આગેવાનો પણ મૂંઝવણમાં મૂકાઇ ગયા છે.

ભાજપના એક જૂથે ગુપ્ત પ્રયાગ મીટિંગ કરી
ભાજપના નિરીક્ષકોને મળવા જતાં પહેલા ઉનાના ભાજપના એક જૂથના દસ આગેવાનોએ ગુપ્ત પ્રયાગ મુકામે એક મીટિંગ કરી હતી. આ મીટિંગમાં આ આગેવાનોએ પોતાની રણનીતિ નક્કી કરી હતી. ઉના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ પણ પોતાનાં સમર્થકો સાથે નિરીક્ષકો સમક્ષ ટિકિટની દાવેદારી કરી છે. ત્યારે તેમને પણ ટિકિટના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks