યુપી : ચાલતી ટ્રેનમાં મુસ્લિમ પરિવાર સાથે બદમાશોએ હેવાનિયતની હદ પાર કરી

(એજન્સી) યુપી, તા.૧૪
ફરૂખાબાદ-શિકોહાબાદ પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતાં મુસ્લિમ પરિવાર સાથે મારપીટ અને લૂંટની ઘટના બહાર આવી છે. આરોપ છે કે પહેલા બદમાશોએ પરિવારની મહિલાઓ સાથે છેડછાડ કરી ત્યારે પરિજનોએ વિરોધ કરતાં તેમની સાથે મારપીટ કરી ઘરેણા અને રૂપિયા લઈ ફરાર થઈ ગયા. મળેલ સમાચાર અનુસાર આ મામલો મૈનપુરી જીઆરપી ક્ષેત્રનું છે. બુધવારની સાંજે એક મુસ્લિમ પરિવારના દસ લોકો એક અટેન્ડ કરી ફરૂખાબાદ પરત આવી રહ્યા હતા. જ્યાં પખના સ્ટેશન પર કેટલાક ગુંડાઓ ટ્રેનમાં ચઢી મુસ્લિમ મહિલાઓ સાથે છેડતી કરી તેમના પરિવારના સભ્યો સાથે મારપીટ કરી હતી. આ ટ્રેનની ચેન ખેંચી નાસી ગયા હતા. ફરૂખાબાદ જીઆરપીના રાજકુમાર શર્માએ કહ્યું કે ભોગાવથી એક પરિવાર પેસેન્જર ટ્રેનમાં ચપ્પુ, આજ ટ્રેનથી કેટલાક યુવકો પણ સાથે સવાર થયા, એક યુવાનની કોણી લાગી, આ બાબતે વિવાદ ઊભું થયું, જ્યારે ટ્રેન ચાલવા લાગી તો યુવકોએ પોતાના ગામે ફોન કરી અન્ય યુવકોને બોલાવ્યા જ્યારે અન્ય યુવકો આવ્યા ત્યારે પરિજનોએ ટ્રેનનો દરવાજો ખોલ્યો નહીં. તો ગુંડાઓએ ટ્રેનની બારીનો કાંચ તોડી અંદર ઘૂસી ગયા. પીડિતોના જણાવ્યાનુસાર યુવકોએ તેમની સાથે મારપીટ અને લૂંટફાટ કરી, આ મામલે ફરિયાદ નોંધી તપાસ ચાલુ છે. આ ઘટનામાં ૮ લોકો ઘાયલ થયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts