યુપીમાં પૂરપીડિતોની મદદ માટે ઇદ-ઉલ-અઝહાના બજેટમાંથી ૧૦ ટકા ભાગ દાનમાં આપવા ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાએ તમામ મુસ્લિમોને અપીલ કરી

(એજન્સી) તા.૩૧
ઉત્તરપ્રદેશમાં તમામ મુસ્લિમોને ધી ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાએ પૂરપીડિતોની મદદ માટે તેમના ઇદ-ઉલ-અઝહાના બજેટમાંથી ૧૦ ટકા ભાગ દાનમાં આપવા માટે અપીલ કરી છે. યુપીમાં લગભગ રપ ટકા ભાગમાં પૂરની સ્થિતિ વકરી છે. પૂરને કારણે મોટાભાગના લોકો વિસ્થાપિત બન્યાં છે. દારુલ ઉલુમ ફારંગી મહાલના મુસ્લિમ સ્ટુડન્ટ્‌સ પણ એવી ફૂડ આઇટમ અને પેકેજિંગ વસ્તુઓ કલેક્ટ કરી રાહત સામગ્રી તરીકે મોકલવા માટે તૈયારીઓ કરી રહ્યાં છે. તેમણે ચોખા, કઠોર, ચણા, ગોળ, ખાંડ, ચાપત્તી, બિસ્કીટ, શાકભાજી અને અન્ય પૂરપીડિતોને લગતી સામગ્રીઓ એકઠી કરી છે. ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાના ચેરપર્સન ખાલિદ રશીદ ફારંગી મહાલીએ કહ્યું કે જેવું આપણે સૌ જાણીએ છીએ કે યુપીમાં પૂરની ભયંકર આપત્તિ વર્તાઇ રહી છે ત્યારે અમે સૌ મુસ્લિમોને અપીલ કરીએ છીએ કે તે દયાભાવ રાખી તેમના ઇદ-ઉલ-અઝહાના બજેટમાંથી ૧૦ ટકા ભાગ દાનમાં આપે. જેથી પૂરપીડિતોની મદદ કરી શકાય. તેમણે કહ્યું કે આ એક સાચી કુરબાની ગણાશે. ઇસ્લામ ધર્મ હંમેશા કહે છે કે માનવતા હંમેશા સૌથી સર્વોચ્ચ હોય છે અને આપણું આ સૌથી મોટું કર્તવ્ય છે. જે લોકો પાસે હવે રહેવાની છત પણ રહી નથી અને સંપૂર્ણપણે વિસ્થાપિત બની ગયા છે એવા લોકોની તેમણે મદદ કરવા અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ અપીલ કરી છે કે લોકો એવા સંગઠનોને કે લોકોની મદદ કરે જે પૂરપીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks