National

ઉત્તરપ્રદેશમાં ટ્રક-કાર અને ૩ વ્હીલર પર પડતાં ૧૦નાં મોત

(એજન્સી) ફિરોજાબાદ, તા.૮
ઉત્તરપ્રદેશના ફિરોજાબાદ જિલ્લાના સિરસાગંજ પોલીસ સ્ટેશનના સોથરા ચાર રસ્તા પાસે એક મોટી દુર્ઘટનામાં એક બેકાબૂ ટ્રકે એક ટેમ્પો અને કાર પર પડી ગયો હતો જેનાથી તેમાં સવાર દસ યાત્રીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એક યાત્રી ગંભીરરૂપથી ઘાયલ થયો હતો. મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. ફિરોજાબાદના પોલીસ અધિક્ષક ડો.મનોજ કુમારે જણાવ્યું કે રવિવારે સાંજે આશરે ચાર વાગે એક ટ્રક આગરાથી કાનપુર જઈ રહ્યો હતો. રસ્તામાં સિરસાગંજ ખાતે અચાનક ટ્રક બેકાબૂ થઈ ગયો અને ટ્રક કાર અને એક ટેમ્પો પર જઈ પડ્યો હતો. ઘટનામાં બંને વાહનોમાં બેઠેલા યાત્રીઓ ટ્રક નીચે દબાઈ ગયા હતા. પોલીસે ઘણા સ્થળ પર પહોંચી સ્થાનિક લોકોની મદદથી કાર અને ટેમ્પોમાંથી લોકોને નીકાળ્યા હતા. તેમાંથી દસ લોકોનાં મોત નિપજ્યા હતા અને એક યાત્રી ગંભીર રૂપે ઘાયલ થયો હતોફ જેને સારવાર માટે આગરા ખસેડવામાં આવ્યો હતો. એસપી કુમારે જણાવ્યું કે દુર્ઘટના બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.