યુપીના મદ્રેસાઓએ યોગી સરકારના આદેશની અવજ્ઞા કરી, ગીત ગાવાનો ઈન્કાર કર્યો, આઝાદી દિનની ઉજવણીને રેકોર્ડ કરી

(એજન્સી) લખનૌ,તા.૧૬
યુપીના મદ્રેસાઓમાં ફરજિયાત રાષ્ટ્રગાન ગાવું અને તેનો વીડિયોગ્રાફીના આદેશ વિરૂદ્ધંના વિવાદાસ્પદ ફતવા સામે આઝાદીના દિનની ઉજવણી સમયે બરેલી, મુરાદાબાદ, કાનપુર, મેરઠના મદ્રેસાઓમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાનના બદલે સારે જહાં સે અચ્છા ગીતનું ગાન કરી રાષ્ટ્રીય પર્વની ત્રિરંગો લહેરાવી ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રભક્તિનું અમારે પ્રમાણપત્ર આપવાની સરકારને જરૂર નથી. ર૦મી સદીનું કવિ મોહમ્મદ ઈકબાલે રચેલ રાષ્ટ્રગીત સારે જહાં સે અચ્છેનું ગાન કરી અમે પર્વની ઉજવણી કરી છે. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. સુન્ની ઉલેમા કાઉન્સિલના કન્વીનર હાજી મોહમ્મદ સાલેહે કહ્યું કે અમારી દેશભક્તિની પરીક્ષાનો સરકારનો હુકમ ખોટો છે. યુપીની યોગી સરકારે એક વિવાદાસ્પદ આદેશ બહાર પાડી યુપીના મદ્રેસાઓમાં ફરજિયાત રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાવી તેની વીડિયોગ્રાફી કરાવી સરકારને મોકલવાનો હુકમ કર્યો હતો. યુપીમાં ૧૬ હજાર મદ્રેસાઓના ધર્મગુરૂઓ દ્વારા જાહેરમાં આવા હુકમનો વિરોધ કરાયો હતો. યુપીમાં સૌથી વધુ મુસ્લિમો છે જ્યાં ૬૦૦ મદ્રેસાઓ સરકારી મદદ હેઠળ ચાલે છે. બરેલીની વિશાળ મદ્રેસા મન્જરે ઈસ્લામમાં ત્રિરંગો લહેરાવાયો હતો. જ્યારે રાષ્ટ્રીય ગાન ગવાયું ન હતું. પ્રાર્થના હોલમાં પ૦૦ વિદ્યાર્થીઓએ સારે જહાં સે અચ્છા ગીત ગાયું હતું. મદ્રેસામાં વીડિયોગ્રાફી કરાઈ ન હતી કે મીડિયાને પ્રવેશ પણ અપાયો ન હતો. વરિષ્ઠ ધર્મગુરૂએ કહ્યું કે અમે આઝાદીના પર્વના દિવસે રાષ્ટ્રગીત ગાવાને લઈને ફક્ત કાર્યક્રમ યોજીએ છીએ. ર૦મી સદીના વરિષ્ઠ ધર્મગુરૂ અસઝાદમિયાન એહમદ બરેલવી, એહમદ રઝા (દરગાહ) બરેલી દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવાનો નિર્ણય કરાયો હતો. જે સુન્ની ઈસ્લામ બરેલવી ધાર્મિક સ્થળો ધર્મગુરૂઓ છે. જે હજારો મદ્રેસાઓ ચલાવે છે. બરેલવીના ધર્મગુરૂએ તેમના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે રાષ્ટ્રગીત ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ-પના વખાણ માટે લખાયું છે. જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષનો ઉલ્લેખ નહીંવત છે. જે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગાવું ન જોઈએ. મેરઠમાં તમામ મદ્રેસાઓમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે ત્રિરંગો લહેરાવ્યો હતો. ધર્મગુરૂ શિક્ષકોએ તેમના સંબોધનમાં રાષ્ટ્રની આઝાદીમાં હિન્દુ-મુસ્લિમોના યોગદાનને યાદ કર્યું હતું. જૂના શહેરની મદ્રેસા નૂર-ઉલ-ઈસ્લામના મુફ્તી સૈયદ એહમદે કહ્યું કે અલ્લાહ સિવાય અમે કોઈની પૂજા કરી શકતા નથી. કાનપુર મદ્રેસામાં વીડિયોગ્રાફી કે રાષ્ટ્રગીત ગાવાના હુકમની અવગણના કરાઈ હતી. સારે જહાં સે અચ્છા ગીત દ્વારા દેશપ્રેમ બતાવાયો હતો. તેમના માટે આ રાષ્ટ્રગીત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks