(એજન્સી) લખનૌ, તા.૧૭
ઉત્તરપ્રદેશ સરકારે આજે રાજ્યના બધા મદ્રેસાઓની નોંધણી કરવા માટે ૧પ દિવસનો સમય વધારી આપ્યો છે. નોંધણીની છેલ્લી તારીખ હવે ૩૦મી સપ્ટેમ્બર છે. લઘુમતી કલ્યાણ મંત્રીએ જણાવ્યું કે, અમુક ટેકનિકલ ક્ષતિઓ હતી જે દૂર કરાઈ છે. હજુ સુધી રપ૦૦ મદ્રેસાઓએ નોંધણી કરાવી છે. ઉ.પ્ર. સરકારે ૧૮મી ઓગસ્ટે વેબસાઈટ શરૂ કરી હતી અને બધા મદ્રેસાઓને સૂચના આપી હતી કે એમણે મદ્રેસાઓની સંપૂર્ણ માહિતી, મેનેજમેન્ટ અધિકારીઓના નામો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અન્ય માહિતી વેબસાઈટ ઉપર મૂકવી. આ યોજનાનો ઉદ્દેશ્ય મદ્રેસાઓમાં થતી ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવાનો છે જેથી એમાં સુધારાઓ કરી શકાય. હાલમાં રાજ્યમાં ૧૯૦૦૦ મદ્રેસાઓ છે જેમાંથી ૪૬૦૦ મદ્રેસાઓને સરકારી ગ્રાન્ટ મળે છે અને પ૬૦ મદ્રેસાઓ એવા છે જેમને ૧૦૦ ટકા ગ્રાન્ટ સરકાર આપે છે. સરકારના નિર્ણયનો મદ્રેસાઓએ સ્વાગત કર્યું છે. અમને માહિતી મૂકવા માટે સમય મળતાં અમે માહિતી મૂકી શકીશું.