(એજન્સી) નવી દિલ્હી, તા. ર૭
બિહારમાં એનડીએના સહયોગી દળ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના નેતા અને કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના ખીરવાળા નિવેદન પર સ્પષ્ટતા કરી છે. તેઓએ પટનામાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તેઓ ન તો રાષ્ટ્રીય જનતાદળ (રાજદ) પાસેથી દૂધ માંગ્યું છે ન ભાજપથી ખાંડ માંગી છે. શનિવારે પટનાના એક કાર્યક્રમ દરમ્યાન આપેલા તેમના નિવેદન પર બિહારની રાજનીતિમાં ઉથલપાથલ મચી ગઈ હતી. માનવામાં આવી રહ્યું હતું કે તેમનું નિવેદન આરજેડી અને આરએલએસપીની વચ્ચે સંબંધોનો સંકેત છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર શિક્ષણ રાજ્યમંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ સોમવારે કહ્યું કે, નામેં આરજેડીથી દૂધ માંગ્યું છે અને નામેં ભાજપની ખાંડ માંગી છે. અમે બધાએ સમાજથી સમર્થન માંગ્યું છે. હું તો સામાજિક એકતાની વાત કરી રહ્યો હતો. મહેરબાની કરી કોઈ જાતિ અથવા સમુદાયને કોઈ રાજકીય પાર્ટીથી જોડવાનો પ્રયાસ ન કરો. બિહારમાં યાદવોને આરજેડીના મહત્ત્વના મતદારો માનવામાં આવે છે. રાજ્યમાં યાદવોની સંખ્યા આશરે ૧પ ટકા છે ત્યાં જ આરજેડીને મુસ્લિમોનો સૌથી વધુ સહયોગ મળે છે. બિહારમાં મુસ્લિમોની સંખ્યા પણ ૧પ ટકાથી વધારે છે. કુશવાહ કોઈરી સમાજથી આવે છે અને બિહારની સંખ્યામાં કોઈટીની સંખ્યા ૩ ટકા છે. કુશવાહ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના વિરોધી માનવામાં આવે છે. એવામાં તેમના ખીરવાળા નિવેદનને હાથોહાથ લેવામાં આવ્યો હતો. આમાં એનડીએના ખેમામાં ફ્રૂટના રૂપમાં જોવામાં આવી રહ્યું હતું. નોંધનીય છે કે શનિવારે પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં આરએલએસપી નેતા કુશવાહાએ કહ્યું હતું કે સ્વાદિષ્ટ ખીર તો યાદવોના દૂધ અને કુશવાહા સમાજના લોકો દ્વારા ઉગાડવામાં આવેલ ચોખાથી જ બની શકે છે. સ્પષ્ટ છે કે યાદવોને પારંપરિક ગ્રુપથી દૂધના ઉત્પાદનથી જોડીને જોવામાં આવે છે અને બિહારમાં આ સમાજને લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડીને માનવામાં આવે છે. ત્યાં જ ઉપેન્દ્ર કુશવાહા પોતે કુશવાહ સમાજથી આવે છે જેના ચોખાની તેમણે વાત કરી. જ્યારે તેમના નિવેદનને તેજસ્વી યાદવે પણ સમર્થન આપ્યું હતું.