ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બન્યા પછી હવે ભાજપ કે અન્ય પક્ષોનો હું ભાગ નથી : વેંકૈયા નાયડુ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
ભાજપના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વેંકૈયા નાયડુએ કહ્યું છે કે તેઓ ભાજપ કે રાજકીય પક્ષથી હવે અળગા બની દેશની લોકતાંત્રિક સંસ્થાને મજબૂત બનાવવા કામ કરશે. તેમણે સંસદ ભવનમાં ઉમેદવારી પત્ર ભરતાં કહ્યું કે તેઓને ઉમેદવાર બનાવી સન્માન અપાયું છે. તેઓ સંસદની ગરિમાને જાળવી રાખવા પ્રયાસ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી, અડવાણી તેમજ ડૉ.જોષી હાજર રહ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. અગાઉ ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ગણમાન્ય વ્યક્તિઓએ સંભાળ્યો હતો જેમાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઝાકીર હુસેન, હિદાયતુલ્લાહ, આર.વેંકટરામન, ડૉ.શંકર દયાલ શર્મા, ભૈરવસિંગ શેખાવતનો સમાવેશ થાય છે તેથી આ હોદ્દાની કેવી રીતે જવાબદારી નિભાવવી તેનાથી પરિચિત છું. તેમણે કહ્યું કે રાજ્યસભાની પરંપરાને જાળવી રાખવા પ્રયાસ કરીશ. ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમાને ઉંચી રાખીશ. ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા મજબૂત અને સુંદર છે. તેને વધુ મજબૂત બનાવીશ. નાયડુએ સોમવારે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મત આપશે. નાયડુની જીત લગભગ નક્કી છે. વિપક્ષોએ ગોપાલ કૃષ્ણ ગાંધીને ઉમેદવાર બનાવ્યા છે. નાયડુની ઉમેદવારીમાં રામવિલાસ પાસવાન અને વડાપ્રધાન મોદીએ ટેકેદાર તરીકે દરખાસ્તમાં સહી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks