Gujarat

માંગરોળ : આરટીઆઈ એક્ટિવિસ્ટ બીજી ઓક્ટોબરથી ઉપવાસ આંદોલન કરશે

માંગરોળ, તા.૧૯
માંગરોળ વીજ ડિવિઝનમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા નવા લાઈન કામો અને લાઈન મેઈન્ટેનન્સના કામોમાં ગેરરીતિનો આક્ષેપ કરી આરટીઆઈ એક્ટીવિસ્ટ હમીર ધામાએ બીજી ઓક્ટોબરથી ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી આપી છે.
તેઓ દ્વારા કરાયેલ ફરિયાદો સબબ થયેલી તપાસોમાં ગેરરીતિઓ ખુલવા છતાં જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે તપાસ અહેવાલો અભરાઈએ ચઢાવી ઢાંકપિછોડો કરવા સામે તેમજ તેમની લડતને અસરકારક બનાવવા અને કાર્યવાહી કરવા માટે વીજ કંપનીના નવનિયુક્ત એમડી શ્વેતા મેડમ તથા રાજ્ય સરકારને ફરજ પાડવા અને તેનું ધ્યાન આકર્ષિત કરવા આગામી બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે વીજ કંપનીની વર્તુળ કચેરી સામે બે કલાકના ધરણા ઉપવાસ કરશે અને આઠ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આ લડતના બીજા ફેજમાં રાજકોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાનની સામે દરરોજ ૧૧થી ર કલાક અને બપોરબાદ ૩થી ૬ વાગ્યા સુધી પીજીવીસીએલની રાજકોટ સ્થિત કોર્પોરેટ કચેરી સામે ઉપવાસ આંદોલન કરશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.