Gujarat

સુરેન્દ્રનગર પાલિકા સામે ચાલતા ઉપવાસ આંદોલનનો સુખદ અંત

સુરેન્દ્રનગર, તા. રપ
સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા વોર્ડ નંબરના નાગરિકોને રસ્તા, પાણી અને ગટર ની પડતી સમસ્યાઓ ઘણા લાંબા સમયથી વણ ઉકેલ રહેતાં અને તંત્રના અનેક રજૂઆત કરતાં ઉકેલ ન આવતા આ વિસ્તાર ના જાગૃત નાગરિક કૃણાલ રાવલ તેમજ ઉમેશ શુકલે અને સ્થાનિક સદસ્ય પ્રવિણભાઇ ચૌહાણને સાથે રાખી તંત્ર સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
પ્રથમ દિવસે ઉપવાસી છાવણીમાં ૧૦૦ થી વધુ નાગરિકો ઉમાટી પાડતા તંત્ર વાહકોની ઊંઘ ઉડી ગઈ હતી અને સમાધાન માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઉપવાસી છાવણીમાં ઉપસ્થિત નાગરિકોએ કામ પૂરું થવા અંગે લેખિત ખાત્રીનો આગ્રહ રખાતા મડા ગાંઠ પડી હતી. આજે સુરેન્દ્રનગર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના સિનિયર પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાને આ આંદોલન ની જાણ થતાં તેવોએ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ ચિફ ઓફિસર સાથે રાખી ઉપવાસી છાવણીની મુલાકાત પહોંચી ગયા હતા. તેઓ ઉપવાસીઓ તેમજ નાગરિકો સાથે વાત ચિત કરી હતી. અને પ્રમુખની ચેમ્બરમાં મંત્રણા યોજાવાનું સૂચન કરતા મંત્રણા યોજાઈ હતી. લાંબી ચર્ચા વિચારણાના અંતે તંત્ર વાચકો વોર્ડ નંબર ૨ ચાર રસ્તા ઉપરાંત પાણી, ગટર અને સ્વચ્છતા માટે સઘન કામગીરી હાથ ધરાશે તેવી ખાત્રી અપતાં આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.
મોડેથી નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટીમે ઉપવાસી છાવણીની મુલાકાત લઈ સમસ્યાઓ હલ કરવાની ખાત્રી આપી ઉપવાસીઓને લીંબુ સરબત પાઈ ઉપવાંસના પ્રાણ કરાવ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.