National

તત્કાલ પાસપોર્ટ માત્ર ત્રણ દિવસમાં ઘરે પહોંચી જશે

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
પાસપોર્ટ બનાવવા જઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. હવે તત્કાલ પાસપોર્ટ સત્યાપન બાદ માત્ર ત્રણ દિવસમાં ઘરે પહોંચી જશે. સામાન્ય પાસપોર્ટનો સમય પણ નિશ્ચિત કરાયો છે. જે હવે માત્ર ૧૧થી ૧પ દિવસમાં ઘરે પહોંચી જશે. પોલીસ પણ ૪૮ કલાકમાં પાસપોર્ટનો નિકાલ કરશે. જો પોલીસ વિલંબ કરશે તો પાસપોર્ટ વિભાગ વિલંબ નહીં કરે. પાસપોર્ટ ઝડપી બનાવવા માટે બરેલી મંડળને કાનપુર પાસપોર્ટ સેવા કેન્દ્ર સાથે જોડી દેવાયું છે. તત્કાલ પાસપોર્ટ માટે બીજા દિવસે જ એપોઈન્ટમેન્ટ મળી જશે. વેબસાઈટ પર અરજી કર્યા બાદ પોલીસને પણ તે જ સમયે સૂચના મળી જશે. પોલીસ ચકાસણી થાય કે ન થાય માત્ર ત્રણ દિવસમાં પાસપોર્ટ મળી જશે. પોલીસ ખરાબ રિપોર્ટ આપશે તો પાસપોર્ટ તરત જ રદ કરાશે તેમજ પાસપોર્ટ ધારકને તેની સૂચના મળી જશે. હવે કાનપુરમાં ૪પ૦ લોકોને રોજ બોલાવાશે.