Site icon Gujarat Today

કોંગ્રેસનાં ઉર્મિલા માતોંડકર ઉત્તર મુંબઈથી ચૂંટણી લડશે

(એજન્સી) મુંબઈ, તા.ર૯
રંગીલા ‘ગર્લ’ ઉર્મિલા માતોંડકરે રાજકારણમાં પ્રવેશ કર્યાના માત્ર બે દિવસ બાદ જ શુક્રવારે કોંગ્રેસે તેણીને મુંબઈ (ઉત્તર)ની લોકસભા બેઠકની ઉમેદવાર બનાવી દીધી છે. માતોંડકર બુધવારે રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ કોંગ્રેસમાં જોડાઈ હતી અને ત્યારબાદ તેણીએ કહ્યું હતું કે, તે અહીં જ રહેશે.
પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મહારાષ્ટ્રમાં મુંબઈ (ઉત્તર) સંસદીય બેઠક પરથી સામાન્ય ચૂંટણી લડવા માટે પાર્ટીના ઉમેદવાર તરીકે ઉર્મિલા માતોંડકરના નામને મંજૂરી આપી દીધી છે.
ઉર્મિલાએ ગત બુધવારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા કોંગ્રેસના મુંબઈ એકમના અધ્યક્ષ મિલિંદ દેવડા અને પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું. આ પહેલા તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી. પક્ષમાં જોડાયા બાદ ઉર્મિલાએ કહ્યું હતું કે, તેણીને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવાની જરૂરિયાત અનુભવાઈ, કારણ કે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા જોખમમાં છે અને ગત પાંચ વર્ષોમાં તેના ઘણા ઉદાહરણો સામે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ સ્વતંત્રતાના સંઘર્ષમાં ભાગ લીધો અને સ્વતંત્રતા માટે લડત પણ આપી.

Exit mobile version