ઉત્તર કોરિયાને સમર્થન બદલ અમેરિકાએ રશિયા, ચીનની કંપનીઓ પર અંકુશો લાદ્યા

વોશિંગ્ટન, તા. ૨૨
અમેરિકાએ મંગળવારે ઉત્તર કોરિયાના મિસાઇલ અને પરમાણુ હથિયાર કાર્યક્રમને વિકસાવવા માટે મદદ કરવા બદલ રશિયા અને ચીનની ૧૦ કંપનીઓ પર અંકુશ લાદી દીધા હતા. જોકે, અમેરિકાના પ્રતિબંધ બાદ ચીનના રાજદૂતે અમેરિકાને પ્રતિકાર આપતા જણાવ્યું હતું કે, અમેરિકા તેની કંપનીઓ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય તાત્કાલિક રીતે પાછો ખેંચે અથવા રાજદ્વારી સહકારને નુકસાન પહોંચાડવા માટે તૈયાર રહે.
અમેરિકાના નાણામંત્રી સ્ટીવન મ્યુનિચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એ અસ્વીકાર્ય છે કે, ચીન અને રશિયા તથા અન્ય જગ્યાના લોકો અને કંપનીઓએ ઉત્તર કોરિયાને જનસંહાર કરનારા હથિયારોનું નિર્માણ કરવા અને ક્ષેત્રને અસ્થિર કરવામાં મદદ કરી હતી. અમેરિકાના પ્રતિબંધાત્મક કાર્યક્રમોની દેખરેખ રાખનારા નાણા વિભાગે કહ્યું હતું કે, પ્રતિબંધના ઘેરામાં આવેલા લોકો અને કંપનીઓએ ઉત્તર કોરિયાના પરમાણુ તથા બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમોમાં મદદ કરવા માટે ઓળખાઇ ગયેલા લોકોની મદદ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks