ઉત્તરપૂર્વના પૂરગ્રસ્ત રાજ્યો માટે ૨૦૦૦ કરોડની મદદની ઘોષણા

ભુવનેશ્વર,તા. ૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં પુરની સ્થિતિના કાયમી ઉકેલ માટે ૧૦૦ કરોડ રૂપિયાની રકમની આજે જાહેરાત કરી હતી. બ્રહ્મપુત્ર નદીમાં વિનાશક પ્રભાવથી બચવા માટે આ રકમનો ઉપયોગ અભ્યાસ અને સંશોધન ઉપર થશે. આ અભ્યાસ મોટા અધિકારીઓ અને એન્જિનિયરોની દેખરેખ હેઠળ થશે. બીજી બાજુ આસામ, અરુણાચલ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં પુરથી તાત્કાલિક રાહત માટે ૨૦૦૦ કરોડના ફંડની જાહેરાત કરી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મોદી આજે સવારે ૧૦ વાગે આસામના પાટનગર ગુવાહાટી પહોંચ્યા હતા. ઉત્તરપૂર્વના પાંચ રાજ્યોમાં પુરની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યના નાણામંત્રી વડાપ્રધાનની સાથે રહ્યા હતા. વડાપ્રધાને આસામમાં રાહત બચાવ કાર્ય માટે વધારાના ૨૫૦ કરોડની જાહેરાત કરી છે. ગયા મહિને મોદી ૩૦૦ કરોડની મદદની જાહેરાત કરી ચુક્યા છે. મોદીએ સોમવારના દિવસે જ પુરમાં મૃત્યુ પામેલા લોકો માટે બે-બે લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી. વડાપ્રધાને અહીં પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું નથી. ગૃહરાજ્યમંત્રી કિરણ રિજ્જુએ પુરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આસામમાં પણ પુરની સ્થિતિ સુધરી રહી છે. આસામમાં મોતનો આંકડો વધીને ૭૬ ઉપર પહોંચી ચુક્યો છે.પુરની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઇ ચુક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ આસામ અને રાજસ્થાનમાં પુરમાં મૃત્યુ પામેલાના નજીકના સબંધીને બે બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જ્યારે આસામ અને રાજસ્થાનમાં પુરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે ૫૦૦૦૦ લોકોની સહાયની જાહેરાત કરી હતી. પીએમઓ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. આસામ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં પુરની સ્થિતીમાં હવે ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. ત્રણેય રાજ્યોમાં અસરગ્રસ્ત વિસ્તારોંમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. રોગચાળાને રોકવા માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. જયપુરથી પ્રાપ્ત હેવાલ મુજબ સાંચોરમાં સ્થિતી વધારે ખરાબ છે. પુરની સ્થિતીના કારણે સાંચોર રાજ્યના અન્ય ભાગથી સંપૂર્ણપણે કપાઇ ગયુ છે. જો કે છલ્લા ૨૪ કલાકમાં વરસાદ ધીમો પડ્યો છે જેથી બચાવ અને રાહત કામગીરી વધારે તીવ્ર બનાવી દેવામાં આવી છે. રાજસ્થાનના સાંચોર વિસ્તારમાં સૌથી વધારે હાલત કફોડી છે. અહીંથી પસાર થનાર રાષ્ટ્રીય માર્ગ સંખ્યા ૧૫ બંધ સ્થિતિમાં છે. જાલોરમાં પણ આસપાસના જિલ્લાઓ સાથે સંપર્ક તુટી ગયા છે. પાલી જિલ્લામાં પણ આજે સ્થિતીમાં વધારે કોઇ સુધારો થયો ન હતો. જિલ્લાના મોટાભાગના ગામો પાણીમાં ગરકાવ થયેલા છે. ગામોના મોટાભાગના લોકોને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સિરોહી જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. બાંસવાડા, ડુંગરપુર, જેસલમેર, ઉદયપુર, રાજસમંદમાં હળવો વરસાદ જારી રહ્યો છે. રાજસ્થાનની સાથે સાથે બંગાળમાં પણ પુરની સ્થિતીમાં આંશિંક સુધારો થયો છે. કારણ કે સૌથી વધારે અસરગ્રસ્ત એવા હાવડાની મોટા ભાગની નદીઓમાં પાણીની સપાટી હવે ઘટી રહી રહી છે. ૨૧મી જુલાઇ બાદથી બંગાળમાં મોતનો આંકડો વધીને ૩૪ ઉપર પહોંચી ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks