Gujarat

માંગરોળ-ઉમરપાડાની જનતાને ચૂંટણી ટાણે આપેલા વચનોનું શું થયું ?

(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.૧૦
જ્યારે-જ્યારે ચૂંટણીઓ આવે છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરી મતદારો અને પ્રજાને લલચાવવી મત મેળવવા માટે વિવિધ સુવિધાઓ આપવાની જાહેરાતો કરે છે. પરંતુ ઢંઢેરામાં આપેલ વચનોમાંથી મોટાભાગનાં વચનોનો અમલ કરાતો નથી.
આ પ્રશ્ને માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં માજી ધારાસભ્ય અને માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરીએ ચૂંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિઓ મતદારોને જવાબ આપે એવી અપીલ કરી છે. એમણે જણાવ્યું કે આ બંને તાલુકામાં ગાયકવાડ શાસનથી કોસંબાથી ઉમરપાડા નેરોગજે કરેલવે ચાલતી હતી. જે હાલમાં બંધ છે. આ રેલવેને નંદરબાર સુધી લંબાવવાની વાત કરાઈ હતી. તેનું શું થયું છે ? આ વિસ્તારનાં આદિવાસીઓ રાજા-રજવાડાનાં શાસનથી જંગલની જમીન ખેડતા આવ્યા છે. આવી જમીનો ખેડનાર ખેડૂતના નામે કરી આપવાની જાહેરાતો કરાઈ હતી. આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે કે કેમ ? ગુજરાતમાં બે કલાકની જગ્યા ભરવા વડાપ્રધાને વાત કરી હતી. એમાં શું થયું છે ? ઉમરપાડા જળાશયના પાણીની માગ કરી રહી છે. આ માટે કઈ કાર્યવાહી સરકારે કરી છે ? પ્રજાના પ્રતિનિધિઓએ આ અંગે શું કર્યું છે ? તે જનતાને (મતદારો)ને જણાવે એવી માગ શ્રી ચૌધરીએ કરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.