વાદળછાયા વાતાવરણમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું

અમદાવાદ,તા.રર
વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનનો ઘટાડો થતા રાજયમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જયારે આવનાર દિવસોમાં ઠંડી વધે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. રાજયમાં વલસાડમાં સૌથી ઓછું ૧૧.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં થયેલ હિમવર્ષાને પગલે રાજયમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું જો કે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં નજીવા ફેરફાર સાથે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસીય વાદળછાયું વાતાવરણ નિર્મિત થતા ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને વાદળો વિખેરાતા નાતાલ બાદ ઠંડી વધશે તેવી લોકો ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યારે ફરીવાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે આજે રાજયમાં વલસાડમાં લઘુત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી જયારે ડીસામાં ૧૩.ર, ગાંધીનગર, ભાવનગર અને કંડલામાં ૧૪, જયારે નલિયામાં ૧૪.ર, વડોદરામાં ૧૪.૪, અમદાવાદ અને અમરેલીમાં ૧૪.૬, ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જયારે લોકો ઠંડીને જોતા ગરમ વસ્ત્રોમાં નજરે પડી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડી વધે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks