વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આપેલ જમીનનો વારસો સાચવવાની તમારી જવાબદારી છે : અશોક ગેહલોત

(સંવાદદાતા દ્વારા) વાપી,તા.૧
વલસાડ જિલ્લામાં ૬૪મો કિસાનમુકિત દિન અને સનદ વિતરણના પ૦ વર્ષના સુવર્ણજયંતી મહોત્સવનો કાર્યક્રમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અને ગુજરાતના કોંગી અગ્રણીઓની અને વિશાળ જનમેદની આદિવાસી ખેડૂતોની હાજરીમાં નાના પોંઢા કપરાડા તાલુકામાં યોજાયો હતો.
આ ખેડ સત્યાગ્રહમાં વિશાળ જનમેદનીમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પોતાના પ્રવચનમાં ભાજપની ખેડૂત વિરોધી નીતિઓની વિશે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજકીય ૬૪ વર્ષ પહેલા અહીં ખેડ સત્યાગ્રહ આંદોલન થયું અને તેઓએ અહીના ગરીબ ભૂમિવિહોણા આદિવાસીઓને ૧૪૦૦૦ એકર જમીનો કોંગ્રેસના અગ્રણીઓ સ્વ. ઈશ્વરભાઈ પટેલ અને ઉત્તમભાઈ પટેલના સાંનિધ્યમાં આપી હતી. જેનો લાભ વલસાડ જિલ્લાના હજારો ખેડૂતો તેના મીઠા ફળ ભોગવીને પોતાના પરિવારની વિકાસ યાત્રા કરી રહ્યા છે. રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી અને ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અશોક ગેહલોતે પોતાના પ્રવચનમાં ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે આ ખેડ સત્યાગ્રહના નામથી આદિવાસીઓમાં ભાગલા પાડો અને રાજ કરોની પ્રવૃતિઓનો અહીના આદિવાસીઓએ આટલી વિશાળ મેદની રીતે ભેગા થઈને કોંગ્રેસની છત્રછાયામાં પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી લીધુ છે અને જો આદિવાસીઓ કોંગ્રેસનો સાથ છોડશે તો આવનારા દિવસોમાં મૂડીવાદીઓ અને ભૂતકાળના જમીનદારો તમારી જમીનોનો કબજો લઈ લેશે જે જમીનો તમારા લાડીલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આપેલ જમીનનો વારસો સાચવવાની તમામ જવાબદારી છે. અમરેલીના વિધાનસભા અને પાટીદાર સૌરાષ્ટ્રના લડાયક નેતા પરેશ ધાનાણીએ પોતાના તેજાબી પ્રવચનમાં ભાજપ ઉપર ચાબખા મારતા જણાવ્યું કે ભાજપ પ્રચાર જૂઠ, ગરીબોને બેહાલ આદિવાસી ખેડૂતોનો દુશ્મન છે અને અહીથી આદિવાસી પ્રજાએ હવે સાવચેત રહેવાની જરૂર છે. તમારે તમને જેણે જમીનવાળા બનાવ્યા તે ઈન્દિરાના કર્ઝ ઉતારવાનો અમને તમારી પાસે આ પ વર્ષમાં એકવાર આવે તો પાટીદારો અને ગુજરાતની પ્રજા સાથે જે ભાજપે કરી છે તેને પ્રજા ભૂલવાની નથી વિકાસ ગુજરાતની પ્રજાનો અને આદિવાસી પ્રજાનો નથી થતો યોજનાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. સબસિડી આદિવાસીઓની બંધ થઈ રહી છે. જમીન હજારો એકર છીનવાઈ રહી છે વિકાસના નામથી છેતરાશો નહીં. નહી તો હવે આવનારી વિધાનસભામાં જો તમો જાગૃત ના રહ્યા તો વિકાસના નામથી તમોને મળેલી જમીનો જતી રહેશે.
આ ખેડ સત્યાગ્રહ પ્રોગ્રામમાં ખેડૂત આદિવાસીઓને સનદ વિતરણમાં અગ્રણીઓને સન્માન કરીને તેઓનું બહુમાન કરીને આંદોલનની સાથે તાજી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલા, અશોક ગેહલોત, આદિવાસી અગ્રણી અને માજી કેન્દ્રીય મંત્રી અને સાંસદ તુષાર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, કપરાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અને ખેડ સત્યાગ્રહ સંમેલનના આયોજક જીતુભાઈ ચૌધરી, સૌરાષ્ટ્રના પાટીદાર નેતા પરેશ ધાનાણી, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, વાપી વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, પારડી કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેશ વશી, ચીખલી તાલુકા ઉપપ્રમુખ અલીભાઈ મેમણ તથા સમગ્ર વલસાડ જિલ્લામાંથી આદિવાસી કોંગી અગ્રણીઓ અને કોંગી કાર્યકરો સાથે આદિવાસી પ્રજા ઉમટી પડી હતી અને આ રેલીમાં ભાજપના વિરોધી પ્રચાર અને ઉત્તમભાઈ આ રેલીમાં નહીં આવે તેવા સમગ્ર જિલ્લામાં ગોબલ્સ પ્રચાર છતા અહીના આદિવાસીઓ વિશાળ હાજરી આપીને આવનારા દિવસોમાં આદિવાસી કોંગ્રેસી સાથે છે તેવો સંદેશો ભાજપને મળી ચૂકયું છે. તે જોઈને ભાજપે પોતાની રણનીતિ આ વિસ્તારમાં બદલવી પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks