(એજન્સી) અગરતલા, તા. ૧૬
વડાપ્રધાન મોદીએ આજે ઉત્તર પૂર્વોતર રાજ્યો મિઝોરમ અને મેઘાલયમાં સંખ્યાબંધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો. આ બે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં આ બે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે ભાજપ આસામ,મણિપુર જેવા રાજ્યોમાં તેની જીતને આ બન્ને રાજ્યોમાં દોહરાવવા માંગે છે. મિઝોરમમાં વડાપ્રધાન મોદીએ ટુઈરીયલ હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું જે ૬૦ મેગાવોટની ક્ષમતા ધરાવે છે. મેઘાલયમાં પીએમ મોદીએ રાજ્યની રાજધાની શિલોગને તુરા સાથે એક માર્ગનું ઉદ્ધાટન કર્યું.
૧૦ મુદ્દાઓ
૧. મેઘાલયમાં રાજ્યની રાજધાની શિલોગને તુરા સાથે એક માર્ગનું ઉદ્ધાટન કરતા ંમોદીએ શિંલોગમાં એક જનસભાને સંબોધિત કરી જેને ભાજપના પ્રચાર તરીકે જોવામાં આવી રહ્યો છે. હાલમાં આ બન્ન્ને રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે અને કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માટે ભાજપે અત્યારથી કમર કસી છે. મોદીએ કહ્યું કે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. જે આસામથી શરૂ થયો હતો જે હવે મેઘાલયમાં પહોચી રહ્યો છે.
૨. મોદીએ કહ્યું કે અમે મેઘાલયને પ્રવાસી સ્થળ બનાવવા માંગીએ છીએ. ભારત સરકાર આ રાજ્યના વિકાસ માટે ૧૦૦ કરોડનું ફંડ ફાળવ્યું છે. ભાજપનો એજન્ડા વિકાસ, ઝડપી વિકાસ અને સમગ્ર સ્તરે વિકાસનો છે.
૩. મિઝોરમની રાજધાની ઐઝવાલમા મોદીએ યુવા સાહસિકોને ચેકનું વિતરણ કર્યું. સપ્ટેમ્બરમાં રાજ્યના ઉત્તર પૂર્વતર વિકાસ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે મિઝોરમ માટે દરરોજના ધોરણે સંખ્યાબંધ પ્રોજેક્ટો આવી રહ્યાં છે.
૪. ઉત્તર પૂર્વોતર રાજ્યો મિઝોરમ અને મેઘાલયમાં સંખ્યાબંધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો. આ બે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં આ બે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે.
૫. ભાજપ આસામ,મણિપુર જેવા રાજ્યોમાં તેની જીતને આ બન્ને રાજ્યોમાં દોહરાવવા માંગે છે. મિઝોરમમાં વડાપ્રધાન મોદીએ ટુઈરીયલ હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું જે ૬૦ મેગાવોટની ક્ષમતા ધરાવે છે. મેઘાલયમાં પીએમ મોદીએ રાજ્યની રાજધાની શિલોગને તુરા સાથે એક માર્ગનું ઉદ્ધાટન કર્યું.
૬. માર્ચમાં મણિપુરની સત્તા ગુમાવનાર કોંગ્રેસે વડાપ્રધાન મોદીના વિકાસ કામોની નોંધ લીધી નથી. મણિપુરની ૬૦ સભ્યો ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસે ઝાઝી બેઠકો જીતી હોવા છતાં પણ ભાજપની સરકાર રચાઈ હતી. ભાજપને ૨૧ બેઠકો મળી હતી.
૭. મેઘાલય પ્રદેશ ભાજપ અધ્યક્ષ શિબુ લિંગદોહે કહ્યું કે રાજ્યમાં વડાપ્રધાન મોદીના પ્રચારની પાર્ટીના સંભાવના વધશે. કોંગ્રેસની આગેવાની આવળી મેઘાલય યુનાઈટેડ અલાયન્સ સરકાર છેલ્લા બે વર્ષથી સત્તા પર છે.
૮. આસામમાં ભાજપને ૧૨૬ બેઠકોમાંથી ૮૬ બેઠકો મળી હતી. પાર્ટી નેતાઓ તે વખતે સર્વાનુમતે કહેતા હતા કે સારી ભાગીદારી અને મજબૂત નેતાઓને ઊભા રાખવાનો નિર્ણય જવાબદાર હતો.
૯. મે મહિનામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકારનો હેતુ નોર્થ ઈસ્ટ ગેટવેને સાઉથ ઈસ્ટ એશિયાનો ગેટ વે બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે તમામ પ્રકારના સંસાધનો હોવા છતાં પણ આપણે ગરીબ રહ્યાં છીએ.
૧૦. ઉત્તર પૂર્વોતરમાં આઠ રાજ્યો આવેલા છે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, ત્રિપુરા. આસામ, મણિપુર, અરૂણાચલ જીત્યા બાદ ભાજપે ત્રિપુરા, મેઘાલય,નાગાલેન્ડ ભણી નજર દોડાવી છે.