વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

ભાવનગર, તા.૧૮
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.રરમી ઓકટોબરના રોજ સવારે ૧૧ કલાકે ભાવનગર જિલ્લા ઘોઘા ગામે ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસ તેમજ જિલ્લાના અન્ય વિકાસના કામોનું લોકાર્પણ કરવા આવી રહ્યાં છે. ત્યારે વહીવટી તંત્ર તથા ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સીંગ તથા પદાધિકારીઓ કે. કૈલાસનાથન મુખ્યમંત્રીના અધિક સચિવ તથા એમ.એસ.ડાંગુર અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાતા મેરી ટાઈમ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તેમની મુલાકાત વેળાએ ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ્ય ઓક, જિલ્લા પોલીસ વડા મલ તથા જુદા જુદા સંબંધિત વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનની મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સહકાર મંત્રી કિશોર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના પદાધિકારીઓ વડાપ્રધાનની મુલાકાત વેળાએ સાથે જોડાશે તેમ જાણવા મળી રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks