વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા ક્રિકેટ ટીમની મુલાકાત કરી અને ખેલાડીઓને જણાવ્યું કે, તેમણે દેશની અન્ય પુત્રીઓની જેમ ભારતને ગૌરવ અપાવ્યું છે. મોદીએ ફાઈનલ મેચ પહેલા ટીમનો જુસ્સો વધારવા ટ્વીટ કર્યું હતું. તેમણે મેચ બાદ પણ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરતાં તુરંત ટ્વીટ કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલય અનુસાર આ મુલાકાત દરમ્યાન ખેલાડીઓએ કહ્યું કે, તેમણે પહેલીવાર મહિલા ક્રિકેટ ટીમ માટે વડાપ્રધાનનું ટ્વીટ જોયું છે.
Facebook
0
Twitter
0